માથાના દુ:ખાવામાં ન ખાવ દવા, લગાવો આ Homemade Balm!

શુક્રવાર, 5 મે 2017 (11:38 IST)
માથાનો દુખાવો થતા કોઈપણ કામ કરવાનુ મન થતુ નથી.  આપણે લોકો તેનાથી તરત રાહત મેળવવા માટે કેટલીક દવાઓનુ સેવન કરી લઈએ છીએ.  આ થોડીવાર માટે દુખાવાથી રાહત તો અપાવે છે. પણ ધીરે ધીરે આરોગ્યને ખરાબ પણ કરે છે.  માથાનો દુખાવાથી રાહત મેળવવા માટે બામ લગાવવો સારો છે.  આજે અમે તમને ઘરે જ બામ બનાવવાની રીત બતાવી રહ્યા છે. જેનાથી તમે દવાઓ ખાવાની છોડી દેશો. 
 
જરૂરી સામાન 
 
નારિયળનું તેલ - 1/4 કપ 
પિપરમિંટ તેલ - 20 ટીપા 
લેવેંડર ઓઈલ - 12 ટીપા 
લોહબાણ (Frankincense) ઓઈલ - 10 ટીપા 
 
આ રીત કરો ઉપયોગ  - 1. સૌ પહેલા નારિયળનું તેલ ઓગાળી લો. જ્યારે આ ઓગળી જાય તો તેને ગેસ પરથી ઉતારી સારી રીતે મિક્સ કરી લો. ઠંડુ થયા પછી તેને એક કંટેનરમાં નાખી દો. 
2. ત્યારબાદ બાકીના તેલને પણ નારિયળ તેલમાં નાખીને તેને ત્યા સુધી મિક્સ કરો જ્યા સુધી આ ઘટ્ટ ન થઈ જાય. 
3. પિપરમિંટ તેલ માથાના દુખાવામાં રાહત અપાવવાનુ કામ કરે છે. લેવેંડર તેલ ઠંડક પહોંચાડે છે અને લોહબાણ આરામ આપે છે. 
4. માથાનો દુખાવો થતા હળવા હાથે માથા પર લગાવી લો. આ વાતનું ધ્યાન રાખો કે આ આંખો માટે નથી. આ બામની હલકા હાથે મસાજ કરો. 

વેબદુનિયા પર વાંચો