ગરમ પાણીમાં ભેળવી દો ચપટીભર તજ, પાણી પીવાથી આ 7 બીમારીઓ થશે દૂર

મંગળવાર, 28 મે 2019 (00:49 IST)
તજ એક આયુર્વૈદિક ઔષધિ છે. આયુર્વૈદિક એક્સપર્ટ મુજબ તજની છાલને ઔષધિ અને મસાલાના રૂપમાં પ્રયોગ કરવામાં આવે છે. તેની છાલ થોડી જાડી, ચિકણી અને હળવા સોનેરી રંગની હોય છે.  તજ જાડાપણુ દૂર કરવા ઉપરાંત અનેક બીમારીઓને પણ દૂર ભગાડે છે. આ રક્તશોધક પણ છે. 
 
-એક કપ કે અડધો ગ્લાસ ગરમ પાણી સાથે જો તેને રોજ રાત્રે સૂતી વખતે અને સવારે ખાલી પેટ લેવામાં આવે તો તેના ઘણા ફાયદા થાય છે. 
 
- કુણા પાણીમાં એક ચપટી તજ પાવડર અને એક ચમચી મધ મિક્સ કરીને પીવાથી શરદી અને ગળાની ખરાશ દૂર થાય છે. 
 
- ગરમ પાણી સાથે તજનો પાવડર લેવાથી સાંધાનો દુખાવો ઠીક થાય છે. 
 
- રક્તશોધક એટલે કે બ્લડ પ્યુરિફિકેશન કરવાને કારણે આ ત્વચા સંબંધી રોગોમાં ખૂબ લાભકારી છે. ખાસ કરીને પિમ્પલ્સ માટે. 
 
- અપચો, ખાટા ઓડકાર એસીડિટી અને ગેસ જેવી પેટની સમસ્યા થતા તજનો પ્રયોગ કરવાથી આરામ મળે છે. 
 
- આ મેટાબોલિજ્મને વધારે છે તેથી જાડા લોકોએ આનો પ્રયોગ જરૂર કરવો જોઈએ. 
 
- આ કોલેસ્ટ્રોલને ઓછુ કરે છે અને બ્લોકેજને હટાવે છે તેથી દિલના દર્દીઓ માટે લાભદાયક છે અને સામાન્ય લોકોને દિલની બીમારીઓથી બચાવે છે. 
 
- શરીરના ડિટોક્સિફિકેશન કરે છે તેથી કેંસર જેવા ઘાતક રોગથી બચાવવા માટે પણ તજ લાભકારી છે. 
 
- રાત્રે સૂતી વખતે આ પાણી પીવાથી કાનની સમસ્યા જેવી કે ઓછુ સંભળાવવુ, કાનમાં અવાજ આવવો, કાનમાં વારેઘડીએ ઈંફેશન થવુ વગેરેમાં લાભકારી હોય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર