BPની સમસ્યા છે તો ડાયેટમાં સામેલ કરો આ વસ્તુઓ

સોમવાર, 27 ફેબ્રુઆરી 2017 (10:34 IST)
બીપી મતલબ બ્લડ પ્રેશર, આ સમસ્યા આજકાલ સામાન્ય સાંભળવા મળે છે. કોઈ હાઈ બ્લડ પ્રેશરથી પરેશાન છે તો કોઈ બ્લડ પ્રેશરથી પરેશાન છે.  આ સમસ્યાથી રાહત મેળવવા માટે અનેક લોકો દવાઓનુ પણ સેવન કરે છે. પણ શુ તમે જાણો છો કે દવા વગર પણ આ સમસ્યાથી મુક્તિ મેળવી શકો છો. 
 
-હાઈ બ્લડ પ્રેશર 
 
1. દાડમ - જો નિયમિત રૂપથી બે અઠવાડિયા સુધી દાડમનું સેવન કરવામાં આવે તો હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં મુકી શકાય છે. 
 
2. સલાદ ખાવ - તમારા ડાયેટમાં સૌથી વધુ સલાદનો સમાવેશ કરો. વધુ સલાદ ખાવાથી મીઠુ ખાવાની ઈચ્છા ઓછી થાય છે. આવામાં તમે હાઈ બીપીને કંટ્રોલમાં મુકી શકો છો. 
 
3. મેથી દાણા - મેથી દાણા પણ બ્લડ પ્રેશરને ઓછુ કરવામાં ખૂબ સહાયક છે. આ માટે તમે 3 ગ્રામ મેથી દાણા પાવડરને અડધા ગ્લાસ પાણીમાં મિક્સ કરો અને રોજ સવાર-સાંજ આ પાણીનું સેવન કરો. 
 
લો બ્લડ પ્રેશર 
 
4. બદામ - રાત્રે 5-6 બદામને પાણીમાં પલાળી મુકો. સવારે છોલીને તેને 15 ગ્રામ માખણ અને સાકર સાથે મિક્સ કરીને ખાવ. તેને ખાવાથી લો બ્લડ પ્રેશરની સમસ્યામાંથી મુક્તિ મળી શકે છે. 
 
5. બીટ - રોજ બીટનુ જ્યુસ સવાર-સાંજ પીવો. તેને પીવાથી એક અઠવાડિયામાં બ્લડ પ્રેશરમાં સુધારો થવો શરૂ થઈ જશે. 
 
6. લસણ - લસણને રોજ તમારા આહારમાં જરૂર સામેલ કરો. કારણ કે લો બ્લડ પ્રેશરમાં લસણનું સેવન ખૂબ લાભદાયક હોય છે. 

વેબદુનિયા પર વાંચો