ખૂબ જ ફાયદાકારી હોય છે આ ફૂલથી બનેલી બ્લૂ ટી, અનેક બીમારીઓ કરે દૂર

સોમવાર, 18 જૂન 2018 (13:26 IST)
જે લોકો પોતાના આરોગ્યનો ખાસ ખ્યાલ રાખે છે એ લોકો મોટેભાગે ગ્રીન ટી કે બ્લેક ટી પીવી પસંદ કરે છે.  પણ આજે અમે તમને બતાવી રહ્યા છીએ એક એવી ચા વિશે જેને પીવાથી તમે સ્વસ્થ પણ રહેશો અને મસ્ત પણ.. જી હા આ છે બ્લૂ ટી જેને પીધા પછી તમે દરેક પ્રકારની ચા ભૂલી જશો. આ બ્લૂ ટી થાક અને તનાવને ઝટ દૂર ભગાવીને તમને સ્વસ્થ રાખી શકે છે.  અપરાજીતાના ફૂલોથી બનેલ ચા ડાયાબિટીસના દર્દીઓ માટે લાભકારી છે. તેમા રહેલા તત્વ બ્લડ શુગરના લેવલને ઓછુ કરે છે. એવુ પણ કહેવાય છે કે તેનાથી ભોજનથી પ્રાપ્ત થનારી શુગરને પણ કંટ્રોલ કરી શકાય છે . સાથે જ તેમા મિનરલ્સ અને  વિટામિન્સ પણ છે જેનાથી ત્વચા અને વાળનો રંગ નિખરે છે. 
 
અહી અમે તમને બતાવી રહ્યા છીએ કે અ ફુલનો ઉપયોગ કરીને તમે કેવી રીતે ફીટ રહી શકો છો. 
 
અપરાજીતાના આ ફૂલની ચા કરે છે મૂડ ફ્રેશ 
 
અપરાજીતાના ફૂલથી બનેલી ચા આખો દિવસનો થાક દૂર કરવા માટે પૂરતે છે. આ ફૂલથી બનેલી ચા થાક દૂર કરીને તમને સ્વસ્થ પણ રાખશે. તેની ચા બનાવવા માટે પાણી ગરમ કરીને તેમા એક ચમચી ખાંડ અને એક ફૂલ નાખો. ત્યારબાદ પાણીનો રંગ બદલાય જશે.  એટલુ જ નહી પણ સ્વાદમાં પણ આ ગ્રીન ટી સારી રહેશે. 
 
ખાવાનો રંગ બદલવા માટે કરો યૂઝ 
 
 ખાવાનો રંગ બદલવા કે રંગબેરંગી ચોખા બનાવવા માટે તમે આ ફૂલનો યૂઝ સારી રીતે કરી શકો છો. અપરાજીતાના ફૂલ સુકાવીને તેનો પાવડર બનાવી લો. ત્યારબાદ તમે જે પણ રસોઈનો રંગ બદલવા માંગતા હોય તેમા આ પાવડરની એક ચમચી મિક્સ કરી લો. 
 
રંગબેરંગી શરબત બનાવવા માટે 
 
અપરાજિતાના ફૂલોનો સુકાવીને તેનો પાવડર બનાવો. એક ચમચી પાવડર ખાંડ સાથે પાણીમાં મિક્સ કરો. ત્યારબાદ પાણીનો રંગ ભૂરો થઈ જશે.  જો તમે શરબત રંગ ગુલાબી કરવા માંગતા હોય તો તેમા એક ચમચી લીંબુ નીચોવી દો. આવુ કરવાથી શરબતનો રંગ બદલાય જશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર