ડુંગળીના ઘરેલુ ઉપચાર- 1

N.D
* ડુંગળી એક રીતે જોઈએ તો ઘરનું વૈદ્ય છે. તેનું નિયમિત રૂપે સેવન કરવાથી બધા જ રોગોથી બચી શકાય છે. આ સિવાય ડુંગળીના અન્ય કેટલાયે ઘરેલુ પ્રયોગ કરવામાં આવે છે.

* કોઈ કારણને લીધે જો તમને ઉલ્ટીની ફરિયાદ હોય અને જીવ ગભરાતો હોય તો 10 ગ્રામ ડુંગળીનો રસ અને 10 ગ્રામ આદુનો રસ બરાબર માત્રામાં ભેળવીને તેનું સેવન કરવું જોઈએ. આનાથી બધી જ વિકૃતિઓ દૂર થઈ જાય છે.

* પ્લેગ અને ઝાડાની બિમારી ફેલાઈ ગઈ હોય તે વખતે કાચી ડુંગળીનો રસ પીવાથી અને તેને હંમેશા પોતાની પાસે રાખવાથી આ બિમારીઓથી બચી શકાય છે.

* ડુંગળી અને ઘીનું મિશ્રણ સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય છે. ડુંગળીના રસમાં ઘી ભેળવીને પીવાથી ખુબ જ તાકાત અને બળની પ્રાપ્તિ થાય છે.

* દરરોજ એક ડુંગળી ખાવાથી લોહી સાફ રહે છે અને કોઈ પણ રોગ ઉત્પન્ન થતો નથી.

વેબદુનિયા પર વાંચો