Holi હોળી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
બનાસકાંઠના ડીસા તાલુકાના ગામમાં હોળી ઉજવવામાં આવતી નથી. વર્ષોથી ચાલતી આવતી ગામમાં હોળીના પ્રગટવાની પરંપરા આજે પણ અકબંધ છે. ત્યારે કેમ આ ગામમાં હોળી મનાવવામાં આવતી નથી. હોળીના ખુશીના દિવસે આ ગામમાં માતમ ફેલાઇ જાય છે.
આ ગામમાં લગભગ 10 હજારની વસ્તી છે અને આ ઐતહાસિક ગામમાં બસ્સો સાત વર્ષ પહેલા હોળી પ્રગટ કરવામાં આવી હતી. હોળી પર્વ પર ગામમાં ભયંકર આગ લાગી હતી આગ કેમ લાગી તેની લોક માન્યતા એ છે કે, આ ગામના રાજાએ સાધુ સંતોનું અપમાન કર્યું હતું. જેથી સાધુ સંતોએ ક્રોધિત થઈને શ્રાપ આપ્યો હતો કે હોળીના દિવસે આ ગામમાં આગ લાગશે.
દુર્ગાપુર, ઝારખંડ
ઝારખંડમાં એક એવી જગ્યા પણ છે જ્યાં હોળીનો તહેવાર ઉજવવામાં આવતો નથી. આ જગ્યાનું નામ દુર્ગાપુર છે. એવું માનવામાં આવે છે કે આ ગામમાં 200 વર્ષથી હોળીનો તહેવાર ઉજવવામાં આવતો નથી. એવું માનવામાં આવે છે કે આ દિવસે રાજાના પુત્રનું મૃત્યુ થયું હતું, ત્યારબાદ હોળીની ઉજવણી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. પરંતુ ગામના લોકો હોળીના તહેવારની ઉજવણી કરવા પડોશના ગામમાં જાય છે.