મહિલાઓ કેવી રીતે મેળવી શકે છે હનુમાનજીની કૃપા , વાંચો 13 સાવધાનીઓ
શુક્રવાર, 3 એપ્રિલ 2020 (04:19 IST)
હનુમાનજીની પૂજામાં મહિલાઓ માટે કેટલાક નિયમ શાસ્ત્રોમાં વર્ણવ્યા છે કારણકે હનુમાનજી બધી મહિલાઓને તેમની માતાના રૂપમાં જુએ છે તેથી એ નથી ઈચ્છતાકે મહિલાઓ તેમની સામે માથુ નમાવે, એ પોતે મહિલાઓના સામે તેમનું માથું નમાવે છે. હનુમાનજી બ્રહ્મચારી છે. પણ હનુમાન જન્મોત્સવ પર અને બીજા અવસરો પર મહિલાઓ આ રીતે હનુમાનજીની સેવા કરી કૃપા મેળવી શકે છે. વાંચો 13 જરૂરી વાતો....
મહિલાઓ આ રીતે હનુમાનજીની સેવા કરી શકે છે.
1. મહિલાઓ દીપ અર્પિત કરી શકે છે.
2. મહિલાઓ ગૂગલની ધુની બનાવી શકે છે.
3. મહિલાઓ હનુમાન ચાલીસા, સંકટ મોચન, હનુમાષ્ટક, સુંદરકાંડ વગેરે નો પાઠ કરી શકે છે.
4. મહિલાઓ હનુમાનજીનો ભોગ પોતાના હાથથી બનાવીને અર્પિત કરી શકે છે.