Chaitra Purnima 2021 : ક્યારે છે ચૈત્ર પૂર્ણિમા, જાણો તિથિ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મહત્વ
શનિવાર, 24 એપ્રિલ 2021 (08:42 IST)
હિંદુ ધર્મમાં પૂર્ણિમાની તિથિનુ વિશેષ મહત્વ હોય છે. ચૈત્ર પૂર્ણિમા હિંદુ નવવર્ષની પ્રથમ પૂર્ણિમા હોય છે. આ પાવન દિવસે હનુમાનજીનો જન્મોત્સવ પણ ઉજવાય છે. આ દિવસે હનુમાનજીએ માતા અંજનીના ખોળે જન્મ લીધો હતો. હનુમાનજીનો જન્મોત્સવ હોવાથી આ દિવસનુ મહત્વ પણ વધી જાય છે આવો જાણીએ ચૈત્ર પૂર્ણિમા તિથિ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મહત્વ
- પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાનું ઘણું મહત્વ છે. પરંતુ હાલ કોરોના વાયરસને કારણે સ્વસ્થ રહેવા માટે ઘરમાં જ રહેવું વધુ સારું છે. તમે નહાવાના પાણીમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરી શકો છો.
- આ દિવસે વિધિ વિધાનથી ભગવાન હનુમાનની પૂજા કરો.
- આ શુભ દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસનાનું પણ વિશેષ મહત્વ છે.
- હનુમાન ચાલીસાના પાઠ કરો.
- હનુમાનજીને ભોગ લગાવો અને પછી હનુમાનજી અને બધા દેવી દેવતાઓની આરતી કરો
ચૈત્ર પૂર્ણિમાનુ મહત્વ
- ચૈત્ર પૂર્ણિમાનું વ્રત કરવાથી અનેકગણુ ફળ મળે છે.
- આ દિવસે હનુમાન જન્મોત્સવ પણ ઉજવવામાં આવે છે.
- આ પાવન દિવસે હનુમાનજીની પૂજા કરવાથી સંકટોમાંથી મુક્તિ મળે છે અને બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
- આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સુખ, સંપત્તિ અને સમૃદ્ધિ મળે છે.