ચીલ ઝડપઃ રેટ્રો લુકમાં જીમિત ત્રિવેદી અભિનિત ગુજરાતી થ્રીલર કોમેડી ફિલ્મ

ગુરુવાર, 22 ઑગસ્ટ 2019 (12:00 IST)
ગુજ્જુભાઈ સિરિઝ અને બોલિવૂડ ફિલ્મો જેવી કે ભૂલભૂલૈયા અને તાજેતરમાં જ દર્શકોને કૂબ પસંદ પડેલી ફિલ્મ 102 નોટ આઉટમાં અભિનેતા જીમિત ત્રિવેદીનો અભિનય લોકોને ખૂબ ગમ્યો છે. ત્યારે હવે જીમિત ફરીવાર એક નવા અંદાજમાં ચાહકો તથા દર્શકોની વચ્ચે એક નવી ફિલ્મમાં જોવા મળવાનો છે. ધર્મેશ મહેતા દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ચીલઝડપમાં જીમિત રીટ્રો અવતારમાં જોવા મળશે.

ફિલ્મની વાત કરીએ તો 30 વર્ષીય સ્વતંત્ર વિચારધારા વાળી રિચા (સોનિયા શાહ) એક બેંકમાં કામ કરે છે અને તેને મુંબઈ શહેરમાં હંમેશા પૈસાની અછત રહેતી હોય છે જેના માટે તે બેંક ખાતાઓ સાથે કેટલીક ખોટી ગોઠવણો અને નાની છેતરપિંડી કરતી હોય છે. એક દિવસ ડ્રગ્સનો ચોર ગોપી જયસ્વાલ (સુશાંત સિંહ) તેને બેંક લૂંટી લેવાની ધમકી આપી છે. એવામાં આ કેસ એસીપી ગોહિલ (દર્શન જરીવાલા) દ્વારા સંભાળવામાં આવે છે અને પોલીસ-ચોરની રમત શરૂ થાય છે, પરંતુ થ્રિલ અને હાસ્ય ત્યારે સર્જાય છે જ્યારે નાના શહેરમાંથી આવેલો રસિક ભ્રમભટ્ટ (જીમિત ત્રિવેદી) જે બોલીવુડનો ચાહક છે એરિચાને મુંબઇમાં જુએ છે. 
રસિકની પત્ની વિધ્યા ભ્રમભટ્ટ (જે સોનિયા શાહ દ્વારા પણ ભજવાય છે) જે એક શાળાની શિક્ષિકા છે તેનો સંપૂર્ણ દેખાવ રિચા જેવો છે અને રસિક રીચા પાસેથી પૈસા લેવાનું નક્કી કરે છે જેના માટે એસીપી રિચા અને ગોપીની સાથોસાથ રસિકની પાછળ પડે છે. હવે આ થ્રિલ અને રોમાંચક ચેઝમાં આગળ શું થાય છે એ છે ફિલ્મ ચીલ ઝડપની વાર્તા. આ ફિલ્મ સસ્પેન્સ, રોમાંચ અને હાસ્ય સાથે સંપૂર્ણ મનોરંજનની રોલર કોસ્ટર રાઇડ છે.
ફિલ્મના દિગ્દર્શક ધર્મેશ મહેતા છે. વિહંગ મહેતા લેખક છે. તો ફિલ્મમાં બોલિવૂડના જાણિતા ગાયિકા ઉષા ઉત્તુફ અને આદિત્ય ગઢવી છે. અભિનેતાઓની વાત કરીએ તો જીમિતની સાથે બોલિવૂડના કલાકાર સુશાંતસિંહ, દર્શન જરીવાલા તથા સોનિયા સિંહ પણ આ ફિલ્મમાં અભિનય પાથરતાં જોવા મળશે. 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર