Recipe બંગાળી લાલ કોળાની ચટણી

સોમવાર, 24 મે 2021 (11:21 IST)
Bengali Chutney Recipe-  કોળુની શકાનો સ્વાદ ભલે તમને સારું ન લાગતુ હોય પણ બંગાળી લાલ કોળાની ચટણીનો સ્વાદિષ્ટ ટેસ્ટ તમને કોળાનો દીવાનો બનાવી નાખશે. જી હા ભોજનની સાથે પીરસાઈ ગઈ આ ચટણી ન માત્ર ભોજનનો સ્વાદ વધારી નાખે છે પણ તમારી ભૂખને પણ વધારવાનો કામ કરે છે આવો જાણીએ કેવી રીતે બને છે આ સ્વીટ અને સ્પાઈસી ટેસ્ટી લાલ કોળુની ચટણી. 
બંગાળી લાલ કોળાની ચટણી બનાવવા માટે સામગ્રી 
- 250 ગ્રામ કોળું 
- 100 ગ્રામ ખાંડ 
- 1 ટીસ્પૂન તેલ 
- 4-5 લસણની કળીઓ 
- 1 ટીસ્પૂન લાલ મરચાં પાઉડર 
- 1/2 ટીસ્પૂન ગરમ મસાલા 
- 1 લીંબૂ 
- 50 ગ્રામ સિરકો 
 
બંગાળી લાલ કોળાની ચટણી બનાવવાની વિધિ 
બંગાળી લાલ કોળુની ચટણી બનાવવા માટે સૌથી પહેલા લસણને છીલીને તેને ઝીણુ વાટી લો. 
હવે કોળાને છીને કાપી લો. કડાહીમાં તેલ ગરમ કરીને વાટેલુ લસણ નાખી સંતાડો. 
હવે લાલ મરચ અને ગરમ મસાલા નાખે તેને સારી રીતે સંતાડો. ત્યારબાદ કોળાના ટુકડા નાખી મધ્યમ તાપ પર કોળુને રાંધો. 
હવે તેમાં ખાંડ નાખી સારી રીતે રાંધો અને ઠંડુ કરી લો. ઠંડા થયા પછી રાંધેલા કોળામાં સિરકો મિક્સ કરી તેને વાટી લો. કોળાને વાટયા પછી તેમાં લીંબૂનો રસ અને મીઠુ મિક્સ કરો. 
કોળુની સ્વાદિષ્ટ ખાટી મીઠી ચટની બનીને તૈયાર છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર