આ ગરમીમાં છાશથી બનાવો સ્પેશયલ રાજસ્થાની રબડી

બુધવાર, 30 મે 2018 (14:56 IST)
આ રીતે બનાવો રાજસ્થાની રબડી 
 
વર્તમાન દિવસોમાં ગરમી પોતાની ચરમસીમા પર છે પણ ઘરમાંથી બહાર નીકળવુ બંધ થઈ શકતુ નથી. આવામાં ગરમીમાં આ કુલ ડિશની મદદથી તમે લૂ લાગવાથી બચી શકો છો. આજની આ રિપોર્ટમાં અમે તમને રાજસ્થાની રબડીની રેસીપી બતાવી રહ્યા છીએ. રાજસ્થાની રબડી છાશથી બને છે. તેને બાજરાની રબડી પણ કહેવામાં આવે છે.  સખત તાપમાં છાશ તો બધા પીવે છે. આ વખતે છાશથી ઘરમાં રાજસ્થાની રબડી બનાવીને નવી ડ્રિંકનો મજા લઈ શકો છો. 
 
આ લાભકારી અને યૂનિક ડ્રિંકથી તમે મહેમાનોનો આવકાર પણ કરી શકો છો. 
 
રાજસ્થાની રાબડી માટે સામગ્રી 
 
છાશ - 2 કપ 
બાજરીનો લોટ - 1 મોટી ચમચી 
આખુ જીરુ - અડધો નાની ચમચી 
મીઠુ - સ્વાદમુજબ 
સેકેલુ જીરુ - 1 નાની ચમચી 
ફુદીનાના પાન - 4-5 
 
આ રીતે બનાવો - રાજસ્થાની રબડી કે બાજરીની રબડી બનાવવા માટે સૌ પહેલા બાજરીનો લોટને ચાળી મુકો. ત્યારબાદ કોઈ મોટા વાસણમાં છાશ લો અને તેમા થોડો થોડો બાજરીનો લોટ નાખીને ચલાવતા રહો.  આ વાતનુ ધ્યાન રાખો કે લોટ નાખ્યા પછી છાશમાં ગાંઠ ન પડે. 
 
ત્યારબાદ આ મિશ્રણમાં મીઠુ અને જીરુ મસળીને નાખી દો અને પછી તમારી જરૂર મુજબ હિસાબથી પાણી મિક્સ કરો.  આ તૈયાર મિશ્રણને ધીમા તાપ પર ચઢાવી દો અને સતત હલાવતા રહો. મિશ્રણમાં એક ઉકાળો આવ્યા પછી તેને 10-15 મિનિટ સુધી પકવો. 
 
આ રીતે તૈયાર થઈ જશે રાજસ્થાની રબડી. 
 
રબડીને આખી રાત મુક્યા પછી ગ્લાસમાં થોડી રબડી અને છાશ મિક્સ કરતા તેમા સેકેલુ જીરુ અને ફુદીનાના પાન મિક્સ કરીને પીવામાં આવે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર