Snakcks Recipe વેજ સ્પ્રિંગ રોલ - અચાનક ઘરે આવે મેહમાન તો 15 મિનિટમાં બનાવો આ સ્નેક્સ

મંગળવાર, 26 માર્ચ 2024 (14:28 IST)
veg spring roll
આજે અમે તમને  ફટાફટ બનનારી સ્વાદિષ્ટ નાસ્તાની રેસિપિ જણાવીશું. જેમાં ન તો વધુ સમય લાગશે કે ન તો વધુ મહેનત.  આવી સ્થિતિમાં, તમે પણ મહેમાનો સાથે નાસ્તાની મજા માણી શકશો અને ઘરે આવનારા મહેમાનો તમારા વખાણ કર્યા વિના રહી નહી શકે. 
 
 આ વાનગી બનાવવા માટેની સામગ્રી - જરૂર મુજબ મેદો, ઝીણી સમારેલી શાકભાજીઓ જેમા શિમલા મરચા - 200 ગ્રામ, કોબીજ - 200 ગ્રામ, ગાજર - 200ગ્રામ, આદુ અને લસણની પેસ્ટ સાથે ચિલી સોસ ટોમેટો કેચઅપ, 100 ગ્રામ નૂડલ્સ તમે ચાહો તો 
 
બનાવવાની રીત - આ વસ્તુ બનાવવા માટે તમારી જરૂરિયાત મુજબ મેદામાં પાણી અને મીઠુ નાખી ગૂંથી લો. હવે  બધા શાક બારીક સમારીને એક વાડકામાં ભેગા કરો હવે તેને કઢાઈમાં નાખીને સારી રીતે હલાવો. હવે શાકમા આદુ લસણની પેસ્ટ, ચિલી સોસ, ટોમેટો કેચઅપ, સ્વાદ મુજબ મીઠુ નાખીને તેને 4-5 મિનિટ ધીમા તાપ પર સીઝવા દો.  
 
હવે બાંધેલા મેદાના લોટમાંથી પાતળી રોટલી વણો અને તેમા શાકભાજી વાળો મસાલો ભરો અને કિનારાથી સારી રીતે બંધ કરી લો.  હવે આ તેને તેલમા તળો અને મેહમાનોને ચા સાથે ગરમા ગરમ વેજ સ્પ્રિંગ રોલ પીરસો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર