Gujarati Recipe - મગની દાળના ચીલા

સામગ્રી - 200 ગ્રામ છાલટા વગરની મગદાળ, 1 ઈંચ આદુ છીણેલો, 2 લસણ, 2 લીલા મરચાં, 1 ચમચી મીઠુ, 1/2 ચમચી હળદર પાવડર, 50 ગ્રામ ડુંગળી સમારેલી, 2 ચમચી લીલા ધાણા, પા ચમચી બેકિંગ પાવડર


બનાવવાની રીત - દાળને ધોઈને 1 લીટર પાણીમાં 5 કલાક માટે પલાળી મુકો અને પછી પાણી નિતારી લો.

આદુ, લસણ, મરચુ, મીઠુ, હળદર, દાળ અને થોડુ પાણી મિક્સ કરીને મિક્સરમાં વાટી લો. જરૂર મુજબ પાણી ભેળવો અને મિક્સરમાં 2 થી 3 મિનિટ માટે ચલાવી લો. જેનાથી પેસ્ટ સ્મૂથ બની જશે.

હવે આ પેસ્ટને એક વાડકીમાં કાઢી અને તેમા સમારેલી ડુંગળી લીલા ધાણા અને બેકિંગ પાવડર નાખો. હવે ફ્રાઈંગ પેનમાં થોડુ તેલ લગાવો અને તેને ગરમ કરો. ત્યારબાદ તેમા ચીલાનુ પેસ્ટ ચારેબાજુ ફેલાવો. તેને હલ્કા તાપ પર પકવા દો અને થોડીવાર પછી ધીમા તાપ પર સોનેરી થતા સુધી સેકો.

આ જ રીતે બાકીના ચીલા બનાવી લો અને ધ્યાન રાખો કે પેસ્ટને હલાવતા રહો નહી તો ચોંટી જશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર