Mango Rabdi - મેંગો રબડી

શુક્રવાર, 31 મે 2019 (12:35 IST)
સામગ્રી : દૂધ -2 1/2 કપ, પાકી કેરી -1 કપ, ખાંડ - 1/4 કપ, પિસ્તા - 5-6,બદામ - 4,તજ પાવડર - 1/4 ચમચી, કેસર - 4 રેશા  
 
બનાવવાની રીત- બદામને ગરમ પાણીમાં પલાળો  અને 20 મિનિટ પછી તેના છાલટા કાઢી નાખો. અને એને ઝીણી સમારી લો. પિસ્તા ને પણ બારીક સમારી  લો. એક બાજુ મૂકી દો.કેસરને એક વાટકીમાં  દૂધ લઈ પલાળી દો. કેરીને છોલી તેના ઝીણા ટુકડા કરો તેમા થોડુ દૂધ નાખી ગાઢો રસ મિક્સરમાં બનાવી લો. એક પેનમાં દૂધને અડધુ થાય ત્યાં સુધી  ઉકળવા દો. પછી એમાં ખાંડ ઉમેરો અને તાપને ધીમો કરો. દૂધ જાડુ થાય તો તાપ પરથી ઉતારી ઠંડુ કરો. જ્યારે દૂધ ઠંડુ થઈ જાય તો તેમાં કેરીનું મિશ્રણ ,એલચી પાવડર, સમારેલી પિસ્તા અને બદામ અને કેસર નાખો.હવે  ઠંડુ  કરી  સર્વ કરો . 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર