સવારે નાસ્તામાં જુવારના લોટમાંથી બનાવો ટેસ્ટી ઢોસા, વજન ઘટાડવા માટે બેસ્ટ ડાયેટિંગ રેસીપી

ગુરુવાર, 22 ઑગસ્ટ 2024 (13:36 IST)
ડાયેટિંગ અને વજન ઘટાડવાનો મતલભ ભૂખ્યા રહેવાનો બિલકુલ નથી. તમે હેલ્ધી વસ્તુઓ પેટ ભરીને ખાઈને પણ વજન ઘટાડી શકો છો.  સવારે નાસ્તામાં જુવારના ઢોસા ખાવ, આ વજન ઘટાડવામાં અસરકાર કામ કરે છે.  જુવારના ઢોસાનો સ્વાદ તમને એકદમ રવાના ઢોસા જેવા લાગશે.  એકદમ ક્રિસ્પી અને જાળીદાર આ ઢોસાને નારિયળ કે ટામેટાની ચટણી સાથે ખાઈ શકો છો. નાસ્તામાં એકવાર આ રેસીપી જરૂર ટાય કરો. તેને બનાવવી એકદમ સહેલી છે. આવો જાણીએ કેવી રીતે બને છે જુવારના લોટના ઢોસા  
 
જુવારના ડોસાની રેસીપી 
 
સ્ટેપ 1 - જુવારના લોટના ઢોસા બનાવવા માટે તમારે 1½ કપ જુવારનો લોટ જોઈએ. આ સાથે જ મીઠુ, 4 કપ પાણી ખીરુ બનાવવા માટે, 1 ઝીણી સમારેલી ડુંગળી, થોડા લીલા ધાણા સમારેલા, કઢી લીમડો, 2 લીલા મરચા સમારેલા, અડધી ચમચી, અડધી ચમચી જીરુ, કાળા મરી સ્વાદમુજબ અને તેલ. 
 
સ્ટેપ 2- એક બાઉલમાં જુવારનો લોટ નાખો. હવે મીઠુ અને પાણી નાખીને તેનુ ખીરુ તૈયાર કરી લો. તેને ફેંટી લો જેથી કોઈ લોટના ગઠ્ઠા ન રહી જાય. હવે તેમા ડુંગળી, લીલા ધાણા, કઢી લીમડો, લીલા મરચા અને કાળા મરીનો પાવડર નાખો. 
 
સ્ટેપ 3 - તૈયાર બૈટરને લગભગ 10 મિનિટ માટે મુકીને સેટ થવા દો. ધ્યાન રાખો કે ઢોસાને જો ક્રિપ્સી બનાવવા છે તો તેનુ ખીરુ પાતળુ હોવુ જોઈએ. હવે પૈન ગરમ કરો અને તેના પર બૈટર નાખી દો. 
 
સ્ટેપ 4 - હવે ઢોસાની ઉપર 1 ચમચી તેલ નાખો અને 2-3 મિનિટ માટે તેને કુરકુરા થતા સુધી સેકાવવા દો. ઢોસાને જાળીદાર બનાવવા માટે ખાસ રીત એ છે કે વધુ બૈટર એકવારમાં ન ફેલાવો અને તેને સેટ કરવાની કોશિશ ન કરશો. 
 
સ્ટેપ 5 - જ્યારે ઢોસા ગોલ્ડન સેકાય જાય તો સાઈડ પરથી કાઢતા પૈનથી અલગ કરી લો.  હવે જુવારના ઢોસાને લીલી ચટણી કે નારિયળ અને મગફળીની ચટણી સાથે સર્વ કરો. તમને ખાવાની મજા પડી જશે.  એકવાર આ રીતે ઢોસા બનાવીને ખાશો તો વારેઘડીએ ખાવાનુ મન કરશે. ખાસ વાત એ છે કે આ વજન ઘટાડવા માટે અસરકારક રેસીપી છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર