- 2 કપ લોટમાં સ્વાદમુજબ મીઠુ, 1 મોટી ચમચી તેલ અને પાણી મિક્સ કરીને લોટ બાંધી લો. તેને અડધો કલાક માટે ઢાંકીને મુકો
- કુકરમાં દાળ અને એક ચોથાઈ કપ પાણી નાખીને મધ્યમ તાપ પર મુકી દો.
- જ્યારે તેમા 1 સીટી વાગે તો તાપ ધીમો કરીને 4-5 મિનિટ દાળને સીઝવા દો. હવે ગેસ બંધ કરી દો અને કૂકર ઠંડુ થવા દો.
- ત્યારબાદ દાળને કુકરમાંથી કાઢીને પાણી નાખ્યા વગર જ મિક્સરમાં ઝીણી વાટી લો
- તમે તેને સીલપટ્ટી પર પણ વાટી શકો છો. આ માટે પહેલા પાણી હોય તો નીતારી લો
- હવે કઢાઈમાં એક મોટી ચમચી તેલ નાખીને મધ્યમ તાપ પર ગરમ કરો અને તેમા હીંગ તેમજ જીરુ સેકી લો. પછી તેમા વાટેલી દાલ લીલા મરચા આદુ ધાણાજીરુ, આમચુર પાવડર, મીઠુ, ગરમ મસાલો અને લાલ મરચુ નાખીને સાધારણ સેકી લો
- ગેસ બંધ કરી દાળમાં લીલા ધાણા નાખો.
- પરાઠામાં ભરવાણ માટે દાળનુ મિશ્રણ તૈયાર છે.
- લોટના 8-10 લૂઆ બનાવી લો. એક લોઈની પૂરી વણો
- હવે પૂરીની વચ્ચે દાળનુ મિશ્રણ મુકો અને પુરીને ચારેબાજુથી પલટીને બંધ કરી દો.
- પરાઠો વણી લો. વણવા તમે તેલ કે લોટનો ઉપયોગ કરી શકો છો.
- ગેસ પર તવો ગરમ કરવા મુકો. તેલ નાખીને ચિકણો કરોઅને તેના પર આ પરાઠો નાખીને મધ્યમ તાપ પર સેકો. બંને બાજુથી સોનેરી રંગનો સેકી લો. પરાઠાને પ્લેટમાં કાઢી લો.
- આ રીતે બધા પરાઠા સેકી લો
-દાળ પરાઠા તૈયાર છે. આ ગરમા ગરમ પરઠા ટામેટાનુ શાક કે ચટણી સાથે સર્વ કરો.