Chinese Fried Rice: બચેલા ભાતમાંથી બનાવો સ્વાદિષ્ટ અને ચટપટા ફ્રાઈડ રાઈસ

શુક્રવાર, 10 માર્ચ 2023 (12:28 IST)
ફ્રાઈડ રાઈસ એક એશિયાઈ ભોજન છે જેને ખૂબ જ સહેલાઈથી તવા કે પછી પૈનમા સ્ટિર-ફ્રાઈ કરીને તૈયાર કરવામાં આવે છે. ઓછી મહેનતથી તૈયાર આ રેસિપીને બનાવવા માટે માત્ર 10 મિનિટનો સમય જ લાગે છે. આ રેસીપીને તમે તમારી પસંદગીની ડિશ સાથે ખાઈ શકો છો. ચાલો જાણીએ ફ્રાઈડ રાઈસ બનાવવાની વિધિ  
 
બે લોકો માટે મુખ્ય સામગ્રી - 1 કપ બાફેલા ચોખા (વધેલો ભાત પણ ચાલે) 
 1 કપ સમારેલી ડુંગળી 
1 કપ સેમ 
જરૂરિયાત મુજબ લસણ 
1 કપ ગાજર 
સ્વાદ મુજબ મીઠુ 
1/2 નાની ચમચી ચિલી પાવડર 
1/2 નાની ચમચી ચિલી ફ્લેક્સ 
1/2 નાની ચમચી સિરકા 
1 નાની ચમચી ટોમેટો સૉસ 
 
સૌથી પહેલા એક પૈન લઈને તેમા તેલ નાખીને તેને ગરમ કરો અને છીણેલુ લસણ, ઝીણી સમારેલી ડુંગળી નાખીને તેને ગોલ્ડન ફ્રાય થતા સુધી સેકો. 
 
જ્યારે ડુંગળી સારી રીતે સેકાય જાય ત્યારે તેમા કાપેલુ ગાજર બીંસ નાખી દો. બે થી 3 મિનિટ સુધી સેકો. હવે તેમા મીઠુ, મરચાનો પાવડર, ચિલી ફ્લેક્સ ફ્રાઈડ રાઈસ મસાલો, કેચઅપ અને વિનેગર નાખો. હવે બધી સામગ્રી સારી રીતે મિક્સ કરી લો. 
 
 હવે તૈયાર થયેલા મસાલામાં બાફેલો ભાત નાખીને તેમા સારી રીતે મિક્સ કરી લો. ઢાંકણ બંધ કરીને કે એક કે 2 મિનિટ માટે તેને બાફી લો. જેથી મસાલાનો ફ્લેવર ભાતમાં સારી રીતે ભળે જાય. 
 
તૈયાર છે ગરમા ગરમ ફ્રાઈડ રાઈસ હવે આને ધાણાના પાનથી સજાવીને ગરમાગરમ સર્વ કરો.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર