સામગ્રી - 250 ગ્રામ મેંદો, 60 ગ્રામ તેલ, મીઠુ સ્વાદ મુજબ.
ભરાવણ માટે - 400 ગ્રામ બાફેલા બટાકા, અડધો કપ લીલા વટાણા, અડધો કપ પનીર, 2-3 કાપેલા લીલા મરચા, અડધી ચમચી આદુ, એક ટેબલ સ્પૂન લીલા ધાણા, 2 નાની ચમચી ધાણાજીરુ, થોડો ગરમ મસાલો, 1 નાની ચમચી આમચૂર પાવડર, સ્વાદમુજબ મીઠુ. તળવા માટે તેલ.
બનાવવાની રીત - સૌ પહેલા મેંદામાં તેલ અને મીઠુ નાખીને તેને ગૂંથી લો. ધ્યાન રાખો કે લોટ થોડો કઠણ હોય. ત્યારબાદ બાફેલા બટાકાને કાપી લો કે પછી હાથ વડે મોટા મોટા તોડી લો. હવે તેમા વટાણા, મીઠુ, લીલા ધાણા, આદુ, ધાણા જીરું, ગરમ મસાલો, આમચૂર પાવડર અને પનીર નાખીને સારી રીતે મિક્સ કરી લો.