સેક્સ ટોયઝ મામલે ગુજરાત દેશનું ત્રીજું સૌથી મોટું માર્કેટ બની ગયું

શુક્રવાર, 4 નવેમ્બર 2016 (11:46 IST)
આપણું ગુજરાત ગતિશિલ ગુજરાત કહેવાય છે. આપણું રાજ્ય ભલે ઈઝ ટુ ડુ બિઝનેસમાં પ્રથમમાંથી ત્રીજા સ્થાને ઘકેલાયું પણ બીજી અન્ય બાબતોમાં તે હંમેશા અગ્રેસર રહ્યું છે. એટલે લોકોમાં ફોરવર્ડ રહેવાનું પ્રમાણ હવે વધવા માંડ્યું છે. સેક્સ ટોયઝનો ઉપયોગ સામાન્ય પણે પશ્ચિમના દેશોમાં થતો હોવાનું અનુમાન કરાતું હતું પણ હવે ગુજરાત તેમાંથી બાકી રહ્યું નથી. લોકો ઓનલાઈન સેક્સ ટોયઝની ખરીદી કરે છે. અને તેને લગ્ન જેવા સમારંભોમાં ગીફટ પણ કરે છે. ત્યારે સેક્સ ટોયઝ મામલે ગુજરાત દેશનું ત્રીજું સૌથી મોટું માર્કેટ બની ગયું છે. ફોરેન પોસ્ટ ઓફિસ (FPO)ના તાજેતરમાં થયેલા ખુલાસા મુજબ ગુજરાતના છેવાડાના ગામડાંઓમાં પણ સેક્સ ટોયઝ અને સેક્સ ગેમ્સની માંગ વધી છે. ખાસ કરીને લગ્નગાળા દરમિયાન વેચાણમાં ત્રણ ગણો વધારો જોવા મળે છે. લોકો લગ્નમાં ગિફ્ટ આપવા માટે પેકિંગ કરાવે છે. જ્યારે 59% પુરુષોની સામે 41% યુવતીઓ ઓર્ડર કરે છે. ગુજરાતના ગામડાંઓમાંથી 65%ને ઉપયોગ અને ફાયદાઓ અંગે ક્વેરી આવી રહી છે.

વેબદુનિયા પર વાંચો