ગોધરાકાંડના મુખ્ય આરોપી ફારુક ભાણાની ધરપકડ

બુધવાર, 18 મે 2016 (14:00 IST)
ગુજરાત એટીએસે ચર્ચિત ગોધરા કાંડના મુખ્ય આરોપી ફારુક ભાણાની બુધવારે ધરપકડ કરવામાં આવી. ભાણા પર ગોધરામાં ટ્રેન સળગાવવાનો આરોપ છે. 
 

ગોધરા કાંડનુ ષડયંત્ર રચવા અને ટ્રેન સળગાવવાના મુખ્ય આરોપી ભાણા વર્ષ 2002થી જ ફરાર હતો. બુધવારે એટીએસે તેની ધરપકડ કરવામાં સફળતા મેળવી. 
 
27 ફેબ્રુઆરી 2002ના રોજ થઈ હતી ઘટના 
 
ઉલ્લેખનીય છે કે 27 ફેબ્રુઆરી 2002ના રોજ થયેલ ગોધરા કાંડ પછી ગુજરાતમાં રમખાણો ભડકી ગયા હતા. ટ્રેનમાં આગ લગાવવાથી લગભગ 59 લોકોનુ જીવતા બળી જતા મોત થયુ હતુ. 
 
ટોલ પ્લાઝાથી ધરપકડ કરવામાં આવી 
 
સૂત્રોના મુજબ ફારૂકની પંચમહલ જીલ્લાના કલોલ ટોલ પ્લાઝામાંથી ધરપકડ કરવામાં આવી છે.  ગોધરા આ જીલ્લામાં આવે છે. આરોપીની ધરપકડના સંબંધમા એટીએસે ત્રણ વાગે પ્રેસ કોન્ફ્રેંસ કરશે. 

વેબદુનિયા પર વાંચો