બગોદરા-ધોળકા રોડ પર સર્જાયો અકસ્માત, 14ના કમકમાટી ભર્યા મોત, એક જ પરિવારના 9 કાળનો કોળિયો બન્યા

શનિવાર, 5 નવેમ્બર 2016 (10:11 IST)
અમદાવાદના બગોદરા-ધોળકા રોડ પર મોડી રાત્રે મોટો અકસ્માત સર્જાયો છે. પીકઅપ વેન અને ટ્રક વચ્ચે આ અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 14 લોકોના મોત નીપજ્યાં છે જ્યારે 3 લોકોની સ્થિતિ ગંભીર હોવાના અહેવાલ છે. રાજકોટ પાસેના સોખાડા ગામના ૧૭ પુરુષો અને બાળકો પાવાગઢથી દર્શન કરી પરત રાજકોટ છોટા હાથી માં બેસી આવી રહ્યાં હતા. ત્યારે ધોળકા -બગોદરા હાઈવે પર કાળ બની ધસી આવેલા કાળ મુખા ટ્રકે ટક્કર મારતા ૧૪ના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યાં છે. જયારે ૩ બાળકો ઘાયલ થયા હતા.  અકસ્માતનો ભોગ બનેલ તમામ સોખડા ગામના હતા.
 
આ ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ગામના 5 પરિવારના લોકો પાવાગઢ ગયા હતા ત્યાંથી પરત ફરી રહ્યા હતા બન્નેની સ્પીડ વધારે હતી. જેથી આ ગમખ્વાર અકસ્માતમાં ઘટનાસ્થળે જ 14 લોકોના મોત થયા હતા, જેમાં એક જ પરિવારના 9 લોકોના મોત થયા છે દુર્ઘટનાની જાણ થતાં રાજ્ય સરકારના મંત્રી અને ધોળકાના ધારાસભ્ય ભુપેંદ્રસિંહ ચુડાસમા ધોળકા પહોચ્યા હતા, અને તમામ સહાય મળે રહે અને ઘાયલનો વધુ ઝડપથી સારવાર મળી રહે તે માટે આદેશ આપ્યો હતો. 

વેબદુનિયા પર વાંચો