શુ કોડનાનીએ ભડકાવ્યા ન હોત તો નરોડામાં આટલો મોટો નરસંહાર થયો હોત ?

મંગળવાર, 4 સપ્ટેમ્બર 2012 (10:41 IST)
P.R
નરોડા પાટિયા કેસમાં રચાયેલી વિશેષ કોર્ટે આ કેસમાં સજા ફટકારાયેલા તમામ આરોપીઓને ચુકાદાની નકલો સોંપી દીધી છે. આ કેસમાં વિશેષ અદાલતે ગુજરાત સરકાર પર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, રાજ્ય સરકારનાં પૂર્વ મંત્રી અને ભાજપ ધારાસભ્ય માયા કોડનાનીએ ટોળાને ભડકાવ્યું ન હોત તો ર૮ ફેબ્રુઆરી, ર૦૦૮ના રોજ નરોડા પાટિયા વિસ્તારમાં આટલો મોટો નરસંહાર ન થયો હોત અને લઘુમતી કોમના ૯૬ લોકોની હત્યા ન થઇ હોત.

નોંધનીય છેકે, આ કેસમાં વિશેષ અદાલતે ૩૧ ઓગસ્ટે કોડનાનીને ર૮ વર્ષની કેદ ફટકારી છે.

વિશેષ ન્યાયાધીશ જ્યોત્સનાબેન યાજ્ઞિકે કહ્યું કે, 1,969 પાનાંના પોતાના ચુકાદામાં કહ્યું કે, જો માયા કોડનાનીએ ટોળાને ભડકાવ્યું ન હોત તો નરોડા પાટિયા વિસ્તારમાં આટલા મોટાપાયે રમખાણો ન ફેલાયાં હોત. જજે તમામ આરોપીઓને સીડીમાં ચુકાદાની નકલ ઉપલબ્ધ કરાવી છે.

આ કેસમાં જજે કોડનાની સહિત તમામ ૩૧ આરોપીઓને જન્મટીપની સજા ફટકારી છે. પુરાવા અને સાક્ષીઓને સાંભળ્યા બાદ કોર્ટે નોંધ્યું કે, કોડનાનીએ હિંદુ ટોળાને ભડકાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.કોર્ટે ચુકાદામાં નોંધ્યું છે કે સમગ્ર રમખાણમાં કોડનાની જ મુખ્ય ષડયંત્રકર્તા છે.

વેબદુનિયા પર વાંચો