લંડનમાં રહેતી ગુજરાતી યુવતીએ શહીદોના બાળકોમાંથી એક બાળકનો ખર્ચ ઉઠાવ્યો

શુક્રવાર, 23 સપ્ટેમ્બર 2016 (15:24 IST)
ઉરી હુમલામાં શહીદ થયેલા ભારતીય સેનાના ૧૮ જવાનોના બાળકોમાંથી એક બાળકનો અભ્યાસનો ખર્ચ લંડનમાં રહેતી 20 વર્ષની અમદાવાદી ગુજરાતી યુવતી ઉપાડશે. આ માટે યુવતીએ રાજ્યના સીએમ વિજય રૂપાણી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પત્ર લખીને જાણ કરી છે.જ્યારે તેને પુછવામાં આવ્યું કે તમે હાલમાં અભ્યાસ કરો છો તો કેવી રીતે 25000 રૂપિયા મેનેજ કેવી રીતે કરશો? ત્યારે નીતિએ જણાવ્યું કે ,’અત્યારે લંડનની એક યુનિવર્સિટીમાં ભણી રહી છે અને સાથે સાથે પાર્ટ ટાઈમ જોબ પણ કરે છે. આ ઉપરાંત તેને જે પોકેટ મની મળે છે તેમાંથી પૈસા બચાવીને તે આ બાળકને મદદ કરશે.’લંડનમાં રહેતી 20 વર્ષીય યુવતી નીતિ રાવએ જવાનોના બાળકોમાંથી એક બાળકને દત્તક લેવાની તૈયારીઓ દર્શાવી છે. જેમાં તે 25,000 રૂપિયાની વાર્ષિક સહાય કરશે. આ ઉપરાંત જો બાળકને ભવિષ્યમાં લંડનમાં અભ્યાસ કરવો હશે તો ત્યાં રાખવા અને અભ્યાસની જવાબદારી તેણે ઉપાડવાની તૈયારી બતાવી છે. નિતીએ આ મુદ્દે રાજ્યના સીએમ વિજય રૂપાણી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પત્ર લખીને જાણ કરી છે. નીતિએ જણાવ્યું કે,’ ભવિષ્યમાં ફરવા કે ભણવા પણ આ બાળકને આવવું હશે તો ચોક્કસ તેને આવકારશે.

વેબદુનિયા પર વાંચો