રાજ્યની 5698 સરકારી શાળાઓમાં એક પણ શિક્ષક નથી, 874 શાળામાં માત્ર એક શિક્ષક

બુધવાર, 1 એપ્રિલ 2015 (14:54 IST)
કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ(કેગ)એ ગુજરાત વિધાનસભામાં રજુ કરેલા રિપોર્ટમાં સરકારી સ્કૂલોમાં પૂરતી સંખ્યામાં શિક્ષકો ન હોવાના કારણે રાજ્ય સરકારની ટીકા કરી છે અને કહ્યું છે કે આ જ કારણે શાળાઓમાં બાળકોની સંખ્યા ઘટી રહી છે.

રાજ્યમાં વર્ષ 2013-2014 માટે સર્વ શિક્ષા અભિયાનની કેગના પાલન રિપોર્ટમાં કેગે કહ્યું છે કે પ્રદેશમાં 43176 સરકારી શાળાઓમાંથી 64 શાળાઓ એવી છે જેમાં 5698 બાળકો છે પરંતુ શિક્ષક એક પણ નથી. માર્ચ 2014ની સ્થિતિ પ્રમાણે 874 શાળામાં માત્ર એક શિક્ષક ભણાવે છે.

રિપોર્ટ જણાવે છે કે અધિકારિઓએ વૈકલ્પિક વ્યવસ્થા તરીકે નજીકની શાળાઓના શિક્ષકોને શિક્ષણનું કામ સોંપ્યુ છે. તેથી, રાજ્ય સરકારના નિયમો પ્રમાણે પૂરતા શિક્ષકની ઉપલબ્ધતા નિશ્ચિત કરી નથી. જેની એસર બાળકોને આપવામાં આવતા શિક્ષણ પર પડી શકે છે.

વેબદુનિયા પર વાંચો