બાળ મજુરોને છોડાવનાર પર હુમલો

સોમવાર, 6 જૂન 2016 (15:34 IST)
મોરબીના સોનાકી સિરામિકમાં કામ કરતાં 111 બાળ મજૂરને છોડાવનાર અમદાવાદની ઝરણા જોશી પર હુમલો કરવામાં આવ્યો છે. બાળ મજૂરી અંગેની માહિતી મળતા ઝરણા ખૂદ ત્યાં નોકરી માટે ગઈ હતી અને બે મહિના સુધી નોકરી કરીને આ બાળ મજૂરોનો છોડાવ્યા હતા. જોકે, ઝરણા જોશીને ડરાવવા, ધમકાવવાના હિન પ્રયાસો શરૂ થઇ ગયા હોય તેમ રવિવારે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. ઝરણા જ્યારે તાલુકા પોલીસને નિવેદન આપવા ચરાડવાથી મોરબી પોતાના એક્ટિવા પર આવી રહી હતી, ત્યારે બે યુવાનોએ ધસી આવીને તેના પર હુમલો કર્યો હતો અને ચાલુ બાઇકે તેનો દુપટ્ટો ખેંચીને તેને નીચે પછાડીને ઇજા પહોંચાડી હતી. આ ઘટના અંગે વાતચીત કરતા ઝરણાએ જણાવ્યુ કે  તેના પર  સોનાકી સિરામિકના માલિકે હુમલો કરાવ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો.

વેબદુનિયા પર વાંચો