ડીપ્લોમાં કોલેજોને તાળા વાગશે

શનિવાર, 4 જૂન 2016 (12:52 IST)
છેલ્લા કેટલાક વર્ષોથી એન્જિન્યરીંગ અભ્યાસક્રમોનાં વળતા પાણી થતા મોટા પ્રમાણમાં બેઠકો ખાલી રહે છે. ત્યારે ડિગ્રી એન્જિન્યરીંગની સાથે સાથે હવે ડિપ્લોમાં અન્જિન્યરીંગનો અભ્યાસક્રમ પણ આ સમસ્યામાંથી બાકાત નથી. ચાલુ વર્ષે પણ ડિપ્લોમાં એન્જિન્યરીંગની ૨૦ હજારથી વધુ બેઠકો ખાલી રહે તેવી શક્યતા છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં અડધો ડઝનથી વધુ ડિપ્લોમાં એન્જિન્યરીંગ કોલેજોએ  કોર્ષને તાળા મારી દેવાની મંજુરી માંગી છે. 

પ્રાપ્ત થતી માહીતી મુજબ શિક્ષણ બોર્ડ દ્વારા ચાલુ વર્ષે આકંડાઓમાં ગોલમાંલ કરીને ધોરણ ૧૦નુ પરિણામ ઉંચુ જાહેર કરવામાં આવ્યુ છે. પરંતુ ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે. ચાલુ વર્ષે ધોરણ-૧૦માં ૫,૨૭,૧૧૩ વિદ્યાર્થીઓ જ ઉત્તીર્ણ થયા છે, જે આંકડો ગત વર્ષ કરતા પણ ૪૨૫૮૯નો ઘટ દર્શાવે છે. જેથી ડિપ્લોમા એન્જિનિયરિંગની પ્રવેશ પ્રક્રિયા શરુ થઈ હોવા છતાં હજુ સુધુ માંડ ૨૦૦૦ ફોર્મ ભરાયા છે. જેના કારણે નિષ્ણાંતો ડિપ્લોમા એન્જિનિયરિંગમાં ચાલુ વર્ષે ૫૦ હજારથી પણ ઓછા ફોર્મ ભરાય તેવી શક્યતા વ્યક્ત કરી રહ્યા છે અને તેમાંથી પણ માંડ ૪૦ હજાર વિદ્યાર્થીઓ ડિપ્લોમા એન્જિનિયરીંગમાં પ્રવેશ લેશે. એટલે કે, ચાલુ વર્ષે  ડિપ્લોમા એન્જિનિયરિંગની ૩૦ હજારથી વધુ બેઠકો ખાલી પડી રહેલ તેવી પ્રબળ શક્યતા છે.

મોટાભાગની ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજોમાં તગડી ફી વસુલવામાં આવે છે, જોકે તેની સામે વિદ્યાર્થીઓને કોઈ જ સુવિધા આપવામાં આવતી નથી. એટલુ જ નહીં ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યા બાદ મળતી નોકરીની તકમાં પણ ઘટાડો થયો છે. પરિણામે  ખાનગી એન્જિનિયરિંગ કોલેજોને વિદ્યાર્થીઓ મળતા નથી. જેના કારણે ચાલુ વર્ષે ગુજરાતમાં અડધો ડઝનથી વધુ કોલેજોએ ડિપ્લોમા એન્જિનિયરિંગનો કોર્સ બંધ કરવા માટે અરજી કરી છે.

વેબદુનિયા પર વાંચો