સુપ્રીમ કોર્ટે જામીન રદ્દ કરી તો બોલ્યા શહાબુદ્દીન, મારા સમર્થકો નીતિશને સબક શિખવાડશે

શુક્રવાર, 30 સપ્ટેમ્બર 2016 (14:39 IST)
હાઈકોર્ટે રાષ્ટ્રીય જનતા દળના બાહુબલી નેતા મોહમ્મદ શહાબુદ્દીનને કરારો ઝટકો આપતા પટના હાઈકોર્ટ પાસે મળેલ તેમની જામીન આજે રદ્દ કરી દીધી. ન્યાયમૂર્તિ પિનાકી ચંદ્ર ઘોષ અને ન્યાયમૂર્તિ અમિતાભ રૉયની પીઠે પૂર્વ સાંસદને તત્કાલ આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો. પીઠે બિહાર સરકારને આ બાહુબલી નેતાને તત્કાલ ધરપકડમાં લેવાનો આદેશ પણ આપ્યો. 
 
ન્યાયલયે કહ્યુ કે આ બાબતે પટના હાઈકોર્ટનો નિર્ણય રદ્દ કરવામાં આવે છે. પીઠે નીચલી કોર્ટને પણ આદેશ આપ્યો કે શહાબુદ્દીનની જામીન નિરસ્ત કરવા માટે હાઈકોર્ટનો દરવાજો ખખડાવનારા ચંદ્રકેશ્વર પ્રસાદ ઉર્ફ ચંદા બાબૂના પુત્ર રાજીવ રોશનની હત્યાના મામલે ઝડપથી નિપટારો કરે. આ હત્યા બાબતે શહાબુદ્દીન આરોપી છે. પીઠે બધા સંબદ્ધ પક્ષોની દલીલો સાંભળ્યા પછી આવતીકાલે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો અને નિર્ણય સંભળાવવા માટે આજની તારીખ નક્કી કરી હતી. 


બીજી બાજુ જામીન રદ્દ કરતા શહાબુદ્દીને કહ્યુ કે તેઓ કોર્ટના નિર્ણયનુ સન્માન કરતા સમર્પણ કરી રહ્યા છે. જો કે આ સાથે જ તેમણે કહ્યુ કે મારા સમર્થક નીતીશ કુમારને સબક શિખવાડશે. 
 
ચંદ્રાબાબૂ અને તેમની પત્નીના આંખોમાં ખુશીના આંસૂ 
 
તેજાબ કાંડમાં પોતાના ત્રણ પુત્રોને ગુમાવી ચુકેલ ચંદ્રા બાબૂ અને તેમની પત્ની કલાવતી દેવી પોતાની ખુશી જાહેર કરતા રડી પડ્યા. તેમણે કહ્યુ કે  ભગવાન પર પુર્ણ વિશ્વાસ થઈ ગયો કે ભગવાનના ઘરે દેર છે અંધેર નથી.  

વેબદુનિયા પર વાંચો