અરે લોકસભામાં ફરી સૂઈ ગયા રાહુલ ગાંધી...

બુધવાર, 20 જુલાઈ 2016 (15:18 IST)
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી મંગળવારે મતલબ 20 જુલાઈના રોજ ફરી સંસદમાં સૂઈ ગયા. રાહુલની આ તસ્વેર કેમેરામાં કેદ થઈ ગઈ. જે સમયે રાહુલ સૂઈ રહ્યા હતા એ સમયે સદનમાં દલિતોના મુદ્દા પર ચર્ચા ચાલી રહી છે. 
 
થોડા દિવસો પહેલા ગુજરાતમાં દલિતો સાથે થયેલ મારપીટ મામલાને પુર્ણ વિપક્ષ આક્રમક રીતે સદનમાં ઉઠાવી રહ્યુ છે. જ્યારે ગૃહમંત્રી રાજનાથસિંહ લોકસભામાં સરકાર તરફથી પોતાનો પક્ષ મુકી રહ્યા હતા તો આખુ સદન સાંભળી રહ્યુ હતુ. આ દરમિયાન જ્યારે કેમરો અમેઠી સાંસદ રાહુલ પર પહોંચ્યો તો તે સૂતા પકડાયા. 
ઉલ્લેખનીય છે કે આ પ્રથમ અવસર નથી જ્યારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સંસદમાં સૂતા જોવા મળ્યા છે. આ પહેલા પણ જ્યારે લલિત મોદીના મામલે લોકસભામાં ચર્ચા ચાલી રહી હતી ત્યારે પણ રાહુલ ગાંધીને ઊંઘ આવી હતી. જો કે કોંગ્રેસ હંમેશાથી જ રાહુલના સૂવાની વાતને નકારતી રહી છે.  પણ તસ્વીર તો હકીકત બતાવી જ દે છે.  

વેબદુનિયા પર વાંચો