અભિનેત્રી અને કોંગ્રેસ નેતા રમ્યાને પાકિસ્તાન પર નિવેદન આપવુ ભારે પડ્યુ

મંગળવાર, 23 ઑગસ્ટ 2016 (11:57 IST)
પાકિસ્તાનીઓ પર નિવેદન આપવુ એકટ્રેસ અને કોંગ્રેસ નેતા રમ્યાને ભારે પડી ગયુ છે. એક્ટ્રેસ રમ્યાના નિવેદન પર કર્ણાટકના મેજીસ્ટ્રેટ કોર્ટમાં તેમના વિરુદ્ધ દેશદ્રોહનો કેસ ચલાવવાની માંગ કરવામાં આવી છે. 
 
ઉલ્લેખનીય છે કે કન્નડ ફિલ્મોની અભિનેત્રી રમ્યાએ રક્ષામંત્રી મનોહર પાર્રિકરના 'પાકિસ્તાન જવુ નર્ક જવા જેવો અનુભવ રહ્યો' વાળા નિવેદન પર કહ્યુ હતુ કે, 'પાકિસ્તાન નર્ક નથી, ત્યાના લોકો બિલકુલ આપણા જેવા જ છે. તેમને અમારી સાથે સારો વ્યવ્હાર કર્યો...' રમ્યાએ કહ્યુ કે પાકિસ્તાનની મેહમાનબાજી ખૂબ સારી છે. રમ્યાના આ નિવેદનની સોશિયલ મીડિયા પર ખૂબ આલોચના થઈ હતી. 

વેબદુનિયા પર વાંચો