JNU નો વિદ્યાર્થી 6 દિવસથી ગાયબ, VC બોલ્યા-સ્ટુડેંટ્સએ આખી રાત બંધક બનાવી રાખ્યા, અમને બહાર કાઢો

ગુરુવાર, 20 ઑક્ટોબર 2016 (11:09 IST)
દિલ્હીના જવાહરલાલ નેહરુ યૂનિવર્સિટીમાં અનેક દિવસોથી લાપતા વિદ્યાર્થી નજીબ અહમદને લઈને તનાવ વધતો જઈ રહ્યો છે. વિદ્યાર્થીઓના પ્રદર્શનને કારણે વીસી અને સ્ટાફ હજુ સુધી એડમિન બ્લોકમાં ફસાયેલા છે. વીસીએ બહાર આવીને વિદ્યાર્થીઓ અને મીડિયા સાથે વાત કરવાની કોશિશ કરી પણ વિરોધ પ્રદર્શનને કારણે તેઓ આવુ ન કરી શક્યા. તેમણે બસ વિદ્યાર્થીઓ સામે એક રિકવેસ્ટ નોટ વાચી. જેથી એ લોકોને જવા દે જેમની તબિયત બગડી રહી છે. 
 
10 લોકોને બનાવ્યા બંધક 
 
જેએનયૂ વીસીએ એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં કહ્યુ કે વિદ્યાર્થીઓએ તેમની સાથે ધક્કામુક્કી કરી. તેમને સમજાવવા છતા તેઓ માન્યા નહી. ગઈકાલ રાતથી વિદ્યાર્થીઓએ 10 લોકોને બંધક બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થી નજીબનો છેલ્લા 6 દિવસથી કોઈ પત્તો નથી લાગી રહ્યો. જેનાથી ક્રોધિત વિદ્યાર્થીઓએ એડમિન બ્લોકને ઘેરી લીધુ છે.  આ મામલાને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહે દિલ્હી પોલીસ કમિશ્નર સાથે વાત કરી અને આ મામલા પર પુરો રિપોર્ટ લીધો. 
 
ગાયબ થતા પહેલા ઝગડો થયો હતો
 
ઉલ્લેખનીય છે કે સ્કૂલ ઓફ બાયોટેકનોલોજીનો વિદ્યાર્થી નજીબ અહમદ શનિવારથી કથિત રૂપે ગાયબ છે. તેના ગાયબ થવાના એક રાત પહેલા કેંપસમાં તેનો ઝગડો થયો હતો. વિશ્વવિદ્યાલયના કુલપતિ એમ જગદીશ કુમાર અને અન્ય ટોચના અધિકારીઓએ 15 ઓક્ટોબરની બપોરે અહમદના ગુમ થયા પછી મીડિયાને જણાવ્યુ કે યુવકને શોધી કાઢવા માટે બધા પગલા ઉઠાવ્યા છે અને તેઓ એ યુવકના પરિવાર સાથે સંપર્કમાં પણ છે. 

વેબદુનિયા પર વાંચો