ભારતમાં આવેલ જમ્મુ-કાશ્મીરના બારામૂલા જિલ્લામાં 46 રાષ્ટ્રીય રાઈફલ્સના કૈપ પાસે ફિદાઈન હુમલો થયો છે. ભારતીય સેનાની ઉત્તરી કમાને ટ્વીટ કરી જણાવ્યુ કે "બારામૂલામાં હુમલો, હાલત કાબૂમાં છે" હુમલામાં એક જવાન શહીદ થયો હતો અને બે જવાન ઘાયલ થયા હતા. બે આતંકવાદીઓ પણ ઠાર થયા હતા. 46 રાષ્ટ્રીય રાઈફલ્સની છાવણી પર આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. આતંકવાદીઓની સંખ્યા દસ હોવાનું કહેવાય છે.
ત્રણ કલાક થયુ ફાયરિંગ
આતંકી હુમલા પછી સુરક્ષાબળોએ ક્ષણવારમાં જ મોરચો સંભાળી લીધો. આ દરમિયાન બંને બાજુથી ગોળીબાર થયો. શરૂઆતની ફાયરિંગ પછી જ સુરક્ષાબળોએ જવાબી કાર્યવાહીમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. બાકીના આતંકવાદીઓ તરફથી વારેઘડીએ ફાયરિંગ ચાલુ હતી. આતંકવાદીઓએ રાષ્ટ્રીય રાઈફલ્સના કૈંપના મેન ગેટ અને તેની પાસે આવેલ બીએસએફની ઈકો-40 કંપનીના કૈપ પર અંધાધુંધ ફાયરિંગ કર્યુ અને ગ્રેનેડ દાગ્યા. આ દરમિયાન બીએસએફનો એક જવાન ઘાયલ પણ થઈ ગયો. સેના તરફથી લગભગ ત્રણ કલાક સુધી કાર્યવાહી થયા પછી રાત્રે લગભગ દોઢ વાગ્યે ફાયરિંગ રોકાય ગઈ. જો કે તપાસનુ અભિયાન ચાલુ છે.
બે ટોળકીમં હુમલો કરવા આવ્યા આતંકવાદી
ઉરી હુમલો અને તાજેતરમાં પીઓકેમાં સેનાની સર્જીકલ સ્ટ્રાઈક પછી જ સુરક્ષા એજંસીઓને હાઈએલર્ટ પર મુકવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાત્રે લગભગ સાઢા દસ વાગ્યે આતંકવાદીઓએને બે ટુકડીમાં 46 રાષ્ટ્રીય રાઈફલ્સના કૈપ પર હુમલો કર્યો. બે ટુકડીમાં આવેલ 4-6 આતંકવાદીઓએ હુમલો કર્યો. ગાડી કે એંબુલેંસથી આવેલ આ આતંકવાદી બે જૂથમાં વહેંચાઈ ગયા. પ્રથમ જૂથે રાષ્ટ્રીય રાઈફલ્સના કૈપના મુખ્ય પ્રવેશ દ્વાર પર હુમલો કર્યો. બીજી બાજુ ગૂટે ઝેલમ નદીના કિનારેથી કૈપ પર હુમલો કર્યો. ફિદાયીન આતંકવાદીઓએ એકે-47 અને ગ્રેનેડથી હુમલો કર્યો.