18 વર્ષ જ રહેશે કિશોર માનવાની વય - સુપ્રીમ કોર્ટ

બુધવાર, 17 જુલાઈ 2013 (16:26 IST)
P.R
સુપ્રીમ કોર્ટમાં કિશોર ન્યાય કાયદામાં ફેરફાર માટે દાખલ અરજી રદ્દ થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટે અરજી એવુ કહીને રદ્દ કરી દીધી કે વર્તમાન કાયદામાં કોઈ ફેરફાર નહી કરવામાં આવે. નિર્ણય મુજબ કિશોર થવાની વય 18 વર્ષ જ રહેશે.

સુપ્રીમ કોર્ટે કિશોર માનવાની વય 18 વર્ષથી ઘટાડીને 16 વર્ષ કરવાનો ઈનકાર કરતા સંગીન આરોપોમાં લિપ્ત કિશોરોને કિશોર ન્યાય કાયદા અંતર્ગત સંરક્ષણથી વંચિત કરવા માટે દાખલ કરેલી અરજી આજે ફગાવી દીધી હતી.

ચીફ ન્યાયાધીશ અલ્તમસ કબીરની અધ્યક્ષતાવાળી ખંડપીઠે દિલ્હીમાં સામૂહિક બળાત્કાર અને હત્યાની ઘટના પછી દાખલ તમામ જનહિત અરજીઓ ફગાવતા પોતાના નિર્ણયમાં કહ્યુ કે કિશોર ન્યાય કાયદામાં હસ્તક્ષેપની આવશ્યકતા નથી.

વેબદુનિયા પર વાંચો