સિંગુર વિવાદ કેન્દ્રે કિનારો કર્યો

ભાષા

શુક્રવાર, 29 ઑગસ્ટ 2008 (19:45 IST)
કેન્દ્ર સરકારે સિંગુર વિવાદથી પોતાને દૂર રાખ્યું છે. આ મામલો રાજ્ય સરકારનાં કાર્યક્ષેત્રમાં આવે છે. તેથી તેણે જ સમસ્યાનું સમાધાન શોધવું પડશે.

પશ્ચિમ બંગાળમાં સિંગુરમાં ટાટાની એક લાખની નેનો કારની ફેક્ટરીનું અધિગ્રહણને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જેમાં તૃણમુલ કોંગ્રેસની નેતા મમતા બેનર્જી ખેડૂતોને જમીન પાછી આપવા માટે આંદોલન ચલાવી રહ્યાં છે.

વિજ્ઞાન અને પૌદ્યોગિકી વિભાગનાં મંત્રી કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર રોકાણ માટે તંદુરસ્ત વાતાવરણ બનાવી રાખવા કટીબધ્ધ છે. સિબ્બલે જણાવ્યું હતું કે જે ખેડૂતોની જમીન લેવામાં આવી છે, તેને પણ ન્યાય મળવો જોઈએ. આ વિવાદ ટાટા અને રાજય સરકાર વચ્ચેનો છે. સિંગુરમાં 1 લાખ એકર જમીન અધિગ્રહણ કર્યું હતું. જેમાંથી 400 એકર જમીન બાબતે ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે.

તો ટાટા મોટર્સનાં ચેરમેન રતન ટાટાએ આ પ્રોજેક્ટને બીજા રાજ્યમાં ખસેડવાની ચેતવણી આપી છે. બીજી બાજુ મુખ્યમંત્રી બુધ્ધાદેવ ભટ્ટાચાર્યે યોજનાને નિશ્ચિત સમયમાં પૂરી કરવાની બાંહેધરી આપી છે.

વેબદુનિયા પર વાંચો