રાહુલે જનરલ બોગીમાં યાત્રા કરી

શુક્રવાર, 29 ઑક્ટોબર 2010 (11:50 IST)
N.D
કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીએ રોજગારી માટે મુંબઈ જનારા લોકોની મુશ્કેલીઓ અને તકલીફોને નિકટથી અનુભવવા માટે ગઈ 18 ઓક્ટોબરના રોજ ગોરખપૂરથી મુંબઈ જવા માટે જનરલ ડબ્બામાં 36 કલાક સુધી યાત્રા કરી.

કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યુ કે રાહુલ બિહારથી વિશેષ વિમાન પર સવાર થઈને ગોરખપુર પહોંચ્યા હતા અને રાત્રે ત્યાંથી મુંબઈ સ્પેશલ ટ્રેન પર સવાર થયા હતા. તેમને માટે જનરલ ડબ્બામાં સીટ મુકવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ સ્લીપરમાં સીટ રિઝ્રર્વ હોવા છતા રાહુલે જનરલ કમ્પાર્ટમેંટમાં યાત્રા કરવી યોગ્ય સમજ્યુ અને રોજગારી માટે ઉત્તરપ્રદેશના પૂર્વ જિલ્લાથી મુંબઈ જનારા સામાન્ય લોકો સાથે વાતચીત કરતા લગભગ 36 કલાક સુધી યાત્રા કરી.

જો કે કોંગ્રેસે આ વિશે કોઈ અધિકારિક ટિપ્પણી નથી કરી, પરંતુ સૂત્રોનુ કહેવુ છે કે રાહુલ રોજગાર માટે મુંબઈ જનારા લોકો, યુવાઓ અને બેરોજગાર લોકોના સપના અને આકાંક્ષાઓ વિશે જાણાવા માંગતા હતા, તેથી તેમને જનરલ ડબ્બામાં યાત્રા કરી.

સૂત્રોએ જણાવ્યુ કે રાહુલે પ્રથમ વખત ટ્રેનમાં યાત્રા કરી રહેલ લોકો સાથે લાંબી વાતચીત કરી અને આ અગાઉ ટ્રેન યાત્રા કરી ચુકેલ લોકોના અનુભવો જાણ્યા.

સૂત્રોએ જણાવ્યુ એક રાહુલ 20 ઓક્ટોબરના રોજ મુંબઈ પહોંચ્યા. આવુ કદાચ પ્રથમ વખત બન્યુ છે કે રાહુલ જેવા રાજનીતિક કદવાળા કોઈ નેતાએ સામાન્ય લોકોને મળવા માટે જનરલ ડબ્બામાં આટલી લાંબી યાત્રા કરી હોય.

વેબદુનિયા પર વાંચો