મોબાઈલ ફોન યૂઝરની સંખ્યા 103.5 કરોડ, BSNL ફરી 5માં સ્થાન પર
શનિવાર, 10 સપ્ટેમ્બર 2016 (15:38 IST)
દેશમાં આ વર્ષે જૂનના અંત સુધી મોબાઈલ ગ્રાહકોની સંખ્યા 103.5 કરોડ પહોંચી ગઈ છે. બીજી બાજુ સાર્વજનિક ક્ષેત્રની બીએસએનએલ ફરીથી ટોચના પાંચ ટેલીફોન સેવાપ્રદાતા કંપનીઓમાં સામેલ થઈ ગઈ છે.
આ ક્ષેત્રના નિયામક ટ્રાઈએ આજે કહ્યુ કે જૂનના અંત સુધી દેશમાં મોબાઈલ અને લૈંડલાઈન ગ્રાહકોની કુલ સંખ્યા 105.98 કરોડ થઈ ગઈ છે જે મે 2016માં 105.8 કરોડ હતી. આ ક્ષેત્રમાં માસિક આધાર પર 0.17 ટકાનો વધારો થતો દેખાયો છે.
ટ્રાઈએ કહ્યુ કે દેશમાં મોબાઈલ ગ્રાહકોની સંખ્યામાં 0.19 ટકાનો વધારો જોવા મળ્યો અને મે 2016ના 103.3 કરોડથી વધીને જૂન 2016ના અંત સુધી આ 103.5 કરોડ થઈ ગઈ.