મુસ્લિમ મહિલાઓના સંગઠને કર્યુ મોદીનું સમર્થન

સોમવાર, 29 જુલાઈ 2013 (11:09 IST)
.
P.R
વારાણસી. રાષ્ટ્રીય રાજનીતિમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ભલે વિરોધ થઈ રહ્યો હોય, પણ વારાણસીમાં મુસ્લિમ મહિલાઓએ એક સંગઠને મોદી માટે દુઆ માંગી અને મુલ્કમા અમન ચૈન અને તરક્કી માટે તેમનુ સમર્થન કર્યુ.

મુસ્લિમ મહિલા ફાઉંડેશનની અધ્યક્ષ નાજનીન અંસારીના નેતૃત્વમાં શનિવારે લગભગ બે ડઝન મુસ્લિમ મહિલાઓએ સિંગરા પોલીસ મથક હેઠળના કાજીપુરા ખુર્દ (લલ્લાપુરા) વિસ્તારમાં નરેન્દ્ર મોદીના સમર્થનમાં એક રેલી કાઢી. આ મહિલાઓએ મોદીની લાંબી વય માટે દુઆ કરી.

આગળના પેજ પર મહિલાની મોદી પાસે માંગ


આ મહિલાઓએ એક રાખડી તૈયાર કરી પણ જેના પર મોદીનુ ચિત્ર બન્યુ હતુ. આ રાખી મોદીને મોકલવામાં આવી અને મહિલાઓએ મુલ્કની હિફાજત માટે મોદીને આગળ આવવા કહ્યુ.

ફાઉન્ડેશને મોદીને અપીલ કરી કે તેઓ ગંગા-જમુના હેઠળના શહેર બનારથી આગામી લોકસભાની ચુંટણી લડે.

વેબદુનિયા પર વાંચો