ભટકલે કબૂલ કર્યુ કે ગુજરાત, બેંગલોર અને દિલ્હીમાં બ્લાસ્ટનો ગુનાહ : તબાહીનો અફસોસ નહી

શુક્રવાર, 30 ઑગસ્ટ 2013 (11:32 IST)
P.R
ઈંડિયન મુજાહિદ્દીનના આતંકી યાસીન ભટકલે પોલીસ પૂછપરછમાં પોતાનો ગુન્હો કબૂલ કરતા કહ્યુ છે કે તેને દેશભરમાં જુદા જુદા સ્થાન પર બ્લાસ્ટ કર્યા. સૂત્રોના હવાલાથી જાણવા મળ્યુ છે કે ભટકલે કબૂલ કર્યુ કે તેણે ગુજરાત, દિલ્હી, બેંગલોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ધમાકામાં તેનો જ હાથ છે, બોઘગયા બ્લાસ્ટમાં પણ યાસીન ભટકલનો જ હાથ હોવાનુ માનવામાં આવી રહ્યુ છે.

ભટકલે પોતાનો ગુન્હો કબૂલ તો કરી લીધો પરંતુ તેણે કહ્યુ ક મને તબાહીનો અફસોસ નથી. તે બ્લાસ્ટ દ્વારા ભયનું વાતાવરણ ઉભુ કરવા માંગતો હતો. ઇન્ડિયન મુઝાહિદ્દીનની રચના કરનાર યાસીન ભટકલ અમદાવાદ, દિલ્હી, મુંબઇ, પુણે, બેંગલુરૂ, રાજસ્થાન, જયપુર, હૈદરાબાદ, વારાણસી, ફૈજાબાદ, ગોરખપુર સહિતનાં કુલ 11 શહેરમાં બ્લાસ્ટ માટે જવાબદાર છે. યાસીન ભટકલ ઇન્ડિયન મુઝાહિદ્દીનની સ્થાપના કરનાર સભ્યો પૈકીનો એક છે. જે સંગઠન દેશમાં 600 થી વધુ લોકોની હત્યા માટે જવાબદાર છે.ભારતમાં અનેક બ્લાસ્ટની ઘટનાઓને અંજામ આપ્યો. જેથી તે આઇએસઆઇ અને લશ્કરનો વિશ્વાસપાત્ર બન્યો.

2005નાં રોજ થયેલા બ્લાસ્ટાની તપાસમાં ઇન્ડિયન મુઝાહિદ્દીનનું નામ બહાર આવ્યુ. જ્યારે આઇએમ દ્વારા દેશની ન્યૂઝ ચેનલને ઇમેઇલ કરીને બ્લાસ્ટની જવાબદારી સ્વીકારવામાં આવી. વર્ષ 2005માં દિલ્હીનાં સરોજની નગર બ્લાસ્ટમાં 66નાં મોત, 2006માં મુંબઇ લોકલ ટ્રેન બ્લાસ્ટમાં 187 લોકોનાં મોત, 23 નવેમ્બર 2007માં લખનૌ, વારાણસી, ફૈજાબાદ કોર્ટમાં સીરિયલ બ્લાસ્ટમાં 18 લોકોનાં મોત, 25 જુલાઇ 2008માં બેંગલુરૂ બ્લાસ્ટમાં 2 લોકોનાં મોત. 26 જુલાઇ 2008માં અમદાવાદ સીરિયલ બ્લાસ્ટમાં 56 લોકોનાં મોત, 13 સપ્ટેમ્બર 2008નાં રોજ દિલ્હીનાં ગફ્ફાર માર્કેટ, સેન્ટ્રલ પાર્ક, જીકે વન માર્કેટમાં સીરિયલ બ્લાસ્ટમાં 30 લોકોનાં મોત, 13 ફેબ્રુઆરી 2010માં પુણેમાં જર્મન બેકરી બ્લાસ્ટમાં 17 લોકોનાં મોત અને 2013માં હૈદરાબાદ સીરિયલ બ્લાસ્ટમાં 17 લોકોનાં મોત થયા છે.

પોલીસે ઇન્ડિયન મુઝાહિદ્દીનનાં અનેક આતંકીઓને ઝડપી પાડ્યા. પણ મુખ્ય સૂત્રધાર મનાતા યાસીન ભટકલ, રિયાઝ ભટકલ અને અબ્દુલ કરીમ ટુંડા પોલીસની પહોંચની બહાર હતા. છેલ્લા અઠવાડિયામાં પોલીસને મહત્વની સફળતા મળી છે. જેમાં અબ્દુલ કરીમ ટુંડા અને બાદમાં યાસીન ભટકલની ધરપકડ કરવામા આવી.

વેબદુનિયા પર વાંચો