બુધ્ધદેવે ગોરખાલેન્ડની સંભાવના નકારી

વાર્તા

રવિવાર, 19 એપ્રિલ 2009 (09:28 IST)
પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી બુધ્ધદેવ ભટ્ટાચાર્યએ રાજ્યમાં અલગ ગોરખાલેન્ડ રચાવાની સંભાવનાને નકારી કાઢી છે. નક્સલવાડીમાં એક સભાને સંબોધન કરતાં તેમણે કહ્યું હતું કે, જે લોકો રાજ્યને વિભાજીત કરવા ઇચ્છે છે એમની સાથે પ્રશાસન ટક્કર લેશે. તેમણે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી પશ્વિમ બંગાળ માટે ખતરનાક અને નુક્શાનકારક છે.

તેમણે દાવા કર્યો હતો કે, ભાજપના નેતૃત્વમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન રાજગ અને કોંગ્રેસના નેતૃત્વમાં સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન સંપગ્ર બંને કેન્દ્રમાં સરકાર બનાવી નહીં શકે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, કેન્દ્રમાં ત્રીજા મોર્ચાની સરકાર બનશે.

પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, ભટ્ટાચાર્યએ ગોરખા નેશનલ લિબરેશન ફ્રન્ટના પ્રમુખ સુભાષ ધીસિંગના ચૂંટણી બહિષ્કારના આહ્વાન પર કોઇ પ્રતિક્રિયા આપવાનો ઇન્કાર કર્યો હતો.

વેબદુનિયા પર વાંચો