આઉટસ્ટેંડીંગ પાર્લમેન્ટેરિઅન એવોર્ડ બદલ મોદીએ જેટલી-કરન-યાદવને આપ્યા અભિનંદન

ગુરુવાર, 7 માર્ચ 2013 (16:39 IST)
P.R

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી અરુણ જેટલીને 2010 માટે, ડો, કરન સિગ ને 2011 માટે અને શરદ યાદવને 2012 માટે આઉટસ્ટેંડિંગ પાર્લમેન્ટેરિઅન એવોર્ડ મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

નરેન્દ્ર મોદીએ રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા શ્રી અરુણ જેટલી કોંગ્રેસ મધ્યપ્રદેશ પૂર્વ પ્રમુખ અને ઈંડિયન કાઉંસિલના પ્રેસીડેંટ ડો. કરણ સિંગ અને જેડીયુ નેતા શ્રી શરદ યાદવને પાર્લમેન્ટના કામકાજમાં નિપુણતા દાખવવા બદલ મળેલ એવોર્ડ મેળવવા માટે અભિનંદન પાઠવ્યા છે.

શ્રી મોદીએ ટ્વીટ કર્યુ છે આઉટસ્ટેંડિંગ પાર્લમેન્ટેરિઅન એવોર્ડ મેળવવા બદલ અરુણ જેટલીજી, ડો. કરણ સિંગજી અને શરદ યાદવજીને અભિનંદન.

જ્યારેકે શ્રી જેટલીને 2010, ડો. કરણ સિંગને 2011 અને શ્રી શરદ યાદવને 2012 માટે એવોર્ડ મળ્યો છે. શ્રી જેટલી રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે. ડો. કરન સિંગ રાજ્યસભામાં દિલ્હીનુ પ્રતિનિધિત્વ કરે છે અને શ્રી યાદવ લોકસભામાં માધવપુરાના સાંસદ છે.

વેબદુનિયા પર વાંચો