અલર્ટ : જૈશ આતંકી અવૈસ મોહમ્મદ દિલ્હી વિધાનસભા પર હુમલો કરી શકે છે

બુધવાર, 25 મે 2016 (11:30 IST)
દિલ્હી વિધાનસભા પર કુખ્યાત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ ના આકા હુમલો કરવાની તાકમાં છે. ગુપ્ત એજંસીઓ દ્વારા મળેલી સૂચના પછી દિલ્હી સહિત દેશની અન્ય સુરક્ષા એજંસીઓ સાવધ થઈ ગઈ છે. 
 
ગુપ્ત એલર્ટને ધ્યાનમાં રાખતા આતંકી હુમલાની વિશેષજ્ઞ મનાતી સ્પેશલ સેલ યૂનિટ શંકાસ્પદ અને તેમની ગતિવિધિઓની મૉનિટરિંગ કરી રહી છે. બીજી બાજુ વિધાનસભા અને આસપાસના વિસ્તારમાં કોઈપણ કટોકટી સ્થિતિનો સામનો કરવા માટે સ્વૈટ કમાંડો ગાર્ડની સાદી ડ્રેસમાં હાજરી પણ અનિવાર્ય કરી દેવામાં આવી છે. 
 
સૂત્રો મુજબ ગુપ્ત એજંસી સૂચનામાં વિધાનસભા ઉપરાંત રાજધાનીના મુખ્ય સ્કૂલ અને કોલેજોને પણ નિશાન બનાવવાની વાત કહેવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ સૂચનામાં આતંકીના નામનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે. 
 
ગુપ્ટ એલર્ટમાં જૈશના કમાંડર અવૈસ મોહમ્મદ ને આ જવાબદારી સોંપવાની વાત કહેવામાં આવી છે. તેઓ પાકિસ્તાનના પંજાબ શહેરમાં આવેલ ઓકારાના રહેનારા છે. જૈશએ તેને બ્લાસ્ત કરવાને લઈને આતંકી ઘટનાને અંજામ આપવાના બધા કામથી પશિક્ષિત કરી કાગળ પરની કાર્યવાહી કરી પુર્ણ ઔપચારિકતા મલેશિયા મોકલી છે. 
 
સ્પેશલ સેલના સ્પેશલ કમિશ્નર અરવિંદ દીપે કહ્યુ, અમે પૂર્ણ રીતે સતર્ક છે. આ ગુપ્ત સૂચના પર આપણી ટીમ એલર્ટ અને પૂરી મૉનિટરિંગ કરી રહ્યા છે. 
 
શુ છે વિધાનસભાની સુરક્ષા 
 
કુલ સુરક્ષા કર્મચારીઓની ગોઠવણી - 55 
જેમા દિલ્હી પોલીસના છે - 25 
સીઆરપીએફના જવાન છે - 30 
પ્રવેશ દ્વાર પર મેટલ ડિટેક્ટરથી તપાસ થઈ રહી છે. 
રાઉંડ ધ ક્લોક પીસીઆર વૈનની છે ગોઠવણી 

વેબદુનિયા પર વાંચો