10 Gujarati Jokes - 10 ગુજરાતી જોક્સ
બુધવાર, 19 એપ્રિલ 2023 (15:07 IST)
ગુજરાતી જોક્સ - સસ્તુ કામ
વકીલ -છુટાછેડા કરવાના 50000 રૂપિયા લાગશે
ગ્રાહક - ગાંડા થઈ ગયા છો શુ ? પંડિતજીએ 1100 રૂપિયામાં લગ્ન કરાવ્યા હતા.
વકીલ - જોઈ લીધુ સસ્તા કામનુ પરિણામ...
---------------
પત્નીનો ગુસ્સો
જરૂરી નથી કે બધાની પત્ની લડતી-ઝગડતી હોય
કેટલીક પત્નીઓ શાકમાં મીઠુ મરચુ વધુ નાખીને પણ બદલો લઈ લે છે
--------------
જોર કા ઝટકા જોર સે
મુસાફર - બેટા જરા પાણી પીવડાવી દો..
બાળક - જો લસ્સી મળી જાય તો ?
મુસાફર - તો તો ખૂબ જ સારુ રહેશે.
બાળક લસ્સી લઈ અવ્યો..
લોટો ભરીને લસ્સી પીધા પછી
મુસાફર - બેટા તારા ઘરમાં કોઈ લસ્સી નથી પીતુ
બાળક - પીવે તો બધા છે પણ આજે આમા ઉંદર પડી ગયો હતો.
મુસાફરે ગુસ્સામાં લોટો જમીન પર ફેંક્યો
બાળક - (રડતા રડતા) મમ્મી આ અંકલે લોટો તોડી નાખ્યો હવે ટોયલેટમાં શુ લઈને જઈશુ
---------
હદ થઈ ગઈ
પોપટભાઈ - તારી પત્ની તને કેમ લડતી હતી ? છેક મારા ઘરમાં અવાજ આવતો હતો
બકાભાઈ - અરે યાર એનો ફોટો ફેસબુક પર અપલોડ કરવાને બદલે OLX પર અપલોડ થઈ ગયો..
અને હદ તો ત્યારે થઈ જ્યારે કે કમેંટ આવી કે... ભાઈ આ 1970નો ભંગાર કોણે મુક્યો છે...
------
વહેમી પત્ની
શક કરનારી પત્ની નો શક દૂર કરવા
પતિએ દાઢી વધારી, પૂજા પાઠ કરવા લાગ્યો
અને ગીતા રામાયણ પણ વાંચવા લાગ્યો
ગરીબોની મદદ કરવા લાગ્યો
બધા ખોટા કામ છોડી દીધા અને અને પ્રભુ ભક્તિમાં
લીન રહેવ લાગ્યો
હવે પત્ની ફોન પર પોતાના પતિ વિશે..
બહેનપણીને બતાવી રહી હતી..
નાલાયક હવે સ્વર્ગની અપ્સરાઓના ચક્કરમાં છે
-------
કાયદો
પત્ની - કયો કાયદો છે કે હુ જ રસોઈ બનાવીને આપુ ?
પતિ - આખી દુનિયાનો કાયદો છે કે કેદીને જમવાનુ સરકાર જ આપે છે.
-------
મચ્છર
પત્ની - જ્યારે હુ પરણીને આવી હતી ત્યારે ખૂબ મચ્છર હતા હવે બિલકુલ નથી.. એવુ કેમ ?
હસબેંડ - અમારા લગ્ન થયા પછી મચ્છરોએ એવુ કહીને મારુ ઘર છોડી દીધુ કે હવે તો પરમાનેંટ લોહી પીવાવાળી આવી ગઈ છે અમારી માટે તો બચે જ નહી.
--------
કોણ કહે છે કે તાજમહેલ જ બાંધવો પડે
એ થાકેલી હોય અને લોટ બાંધી આપો
આ પણ તો પ્રેમ જ છે ને !!
-----------
પતિ-પત્ની
પત્ની - સાંભળો છો... મને Bra લેવી છે
પતિ - શુ કરવી છે ?
પત્ની - (શરમાતા) ગઈકાલે તમે અંડરવિયર ખરીદી મે કશુ કહ્યુ ?
-------------
ખોટો નિર્ણય
પત્ની - પપ્પાનો ફોન આવ્યો છે
કહેતા હતા કે તમારા સાળા માટે
છોકરી જોવા જવાનુ છે તમારે પણ આવવુ પડશે
પતિ - સસરાજીને કહી દો તમે તમારા મુજબ જોઈ લો
અહી તો મારુ પોતાનુ decision ખોટુ સાબિત થયુ છે