સેક્સ વિશે પુરુષો દિવસમાં કેટલી વાર વિચારે છે?

શુક્રવાર, 16 ફેબ્રુઆરી 2024 (05:29 IST)
શું પુરુષો સેક્સ વિશે દર સાત સેકંડે વિચાર કરતા હોય છે? કદાચ નહીં. પણ કદાચ વિચારે તો પણ તમે એ કઈ રીતે સાબિત કરી શકો, એવું ટૉમ સ્ટૅફર્ડ પૂછે છે.
 
આપણને ઘણી વાર કહેવાય છે કે પુરુષો કેટલાંક સંશોધન પ્રમાણે દર સાત સેકંડે સેક્સ અંગે વિચારતા હોય છે. આપણામાંથી મોટા ભાગના આ વિચાર પરત્વે લાંબો સમય શંકાશીલ રહ્યા છે. જોકે તે સાચું છે કે નહીં એ વિશે વધુ આશ્ચર્ય જાળવી રાખવાને બદલે એક ક્ષણ માટે થોભો અને એ વિશે વિચારો કે તમે એ સાબિત કરી શકો છો કે નહીં?
 
જો આંકડામાં વિશ્વાસ કરીએ તો દર સાત સેંકડે સેક્સ વિશે વિચારવું એનો મતલબ એક કલાકમાં 514 વખત વિચારવું અથવા આશરે દરરોજ 7200 વખત વિચારવું. શું આ વધારે પડતું નથી? મારા માટે આ એક મોટો આંકડો છે. હું માનું છું કે એક દિવસમાં આવતા અન્ય કોઈ પણ વિચાર કરતાં વધુ આ મોટો આંકડો છે.
 
તો અહીં એક રસપ્રદ સવાલ છે - એક દિવસમાં મને કે અન્ય કોઈને આવતા વિચારની સંખ્યા ગણવી શક્ય છે?
 
મનોવૈજ્ઞાનિકો વિચારોના માપનના વૈજ્ઞાનિક પ્રયાસને 'અનુભવના નમૂના' લેવા એમ કહે છે. તેમાં લોકોને તેમની રોજિંદી દિનચર્યામાં અટકાવી જે-તે ક્ષણે વિચારોને નોંધવાનું કહેવાય છે.
 
'ઓહાયો સ્ટેટ યુનિવર્સિટી' ખાતે ટૅરી ફિશર અને તેમની ટીમે 'ક્લિકર્સ'ના ઉપયોગથી આમ કર્યું. તેમણે 283 કૉલેજવિદ્યાર્થીઓને તે આપ્યું, તેમને ત્રણ ગ્રુપમાં વિભાજીત કર્યા અને જ્યારે પણ તેઓ સેક્સ અથવા ખાવા કે સૂવા વિશે વિચારે ત્યારે દરેક વખતે આ ક્લિકરને દબાવી નોંધવા માટે કહ્યું.
 
આ પદ્ધતિના ઉપયોગથી તેમણે જાણ્યું કે અભ્યાસ દરમિયાન પુરુષો દિવસમાં સરેરાશ સેક્સના 19 વાર વિચાર આવ્યા. આ સંખ્યા મહિલાઓને અભ્યાસ દરમિયાન અવતા સેક્સના વિચારોની સંખ્યા કરતાં વધુ હતી. મહિલાઓને દિવસમાં 10 વાર સેક્સના વિચાર આવ્યા.
 
જોકે પુરુષોએ ખાવાં અને સૂવાં અંગે પણ વધુ વિચાર આવ્યા જે એમ બતાવે છે કે પુરુષોની સામાન્ય રીતે આવેગ સાથે વહી જવાની શક્યતા વધુ રહેલી છે. અથવા તેઓ કોઈ પણ અસ્પષ્ટ લાગણીને વિચાર તરીકે ગણી લેવાનો નિર્ણય કરે તેવી શક્યતા વધુ છે અથવા બંનેનો સરવાળો.
 
અભ્યાસની રસપ્રદ વાત એ હતી કે વિચારોની સંખ્યામાં મોટું અંતર હતું. કેટલાક લોકોએ કહ્યું કે તેઓએ દિવસમાં એક જ વાર સેક્સ વિશે વિચાર્યું જ્યારે સૌથી વધુ વાર વિચાર કરનારની સંખ્યા 388 હતી, જેનો મતલબ દર બે મિનિટે સેક્સ વિશેનો વિચાર આવવો.
 
જોકે અભ્યાસનું સૌથી મોટું સંશોધિત પાસું હતું 'વિવાદિત પ્રક્રિયાઓ' જે વધુ સામાન્ય રીતે 'વ્હાઇટ બૅઅર પ્રૉબ્લેમ' તરીકે ઓળખાય છે. જો તમે કોઈ બાળકને હેરાન કરીને ક્રૂર આનંદ મેળવવા ઇચ્છો તો તેને એક હાથ હવામાં ઊંચો રાખવા કહો અને જ્યારે તે સફેદ રીંછ વિશે વિચારવાનું બંધ કરે ત્યારે જ તેને નીચે લાવવા કહો.
 
જ્યારે તમે કંઇક વિચારવાની શરૂઆત કરો અને તેને પડતો મૂકવાની પ્રક્રિયા કરો એટલે મગજ એ જ અંગે જ વારંવાર વિચારે છે.
 
ફિશરના અભ્યાસમાં પણ ભાગ લેનારાઓએ તેમને પોતાને બરાબર આ જ આ સ્થિતિમાં અનુભવ્યા. તેઓને સંશોધકો તરફથી એક ક્લિકર અપાયું હતું અને જ્યારે પણ તેઓ સેક્સ અથવા ખાવા કે સૂવા વિશે વિચારે ત્યારે તેને નોંધવા કહેવાયું હતું.
 
મારું ચોક્કસપણે માનવું છે કે જે વ્યક્તિએ 388 વાર ક્લિક કર્યું તે તેના આવેગ જેટલી જ પ્રયોગની રચનાનો ભોગ પણ બની હતી.
 
અન્ય એક પદ્ધતિ વિલ્હૅમ હૉફમૅન અને સાથીઓએ ઉપયોગમાં લીધી. તેમાં કેટલાક જર્મન વયસ્ક સ્વયંસેવકોને સ્માર્ટફોન આપવામાં આવ્યા જે અઠવાડિયા દરમિયાન અલગઅલગ સમયે દિવસમાં સાત વાર સૂચિત કરવા માટે સેટ કરાયા હતા.
 
જ્યારે પણ તેમને સૂચના મળે ત્યારે તેમનો છેલ્લામાં છેલ્લો વિચાર એમાં નોંધવા માટે કહેવાયું હતું.
 
આ અભ્યાસ પાછળનો વિચાર એ હતો કે વિચાર નોંધવાની જવાબદારી ડિવાઇસને સોંપવામાં આવે, જેથી ભાગ લેનારાઓના મગજ વિચારવા માટે વધુ મુક્ત રહે.
 
પરિણામો ફિશરના અભ્યાસ સાથે સીધી રીતે સરખાવી શકાય તેમ નથી કારણ કે કોઈ પણ એક દિવસમાં આવેલા સેક્સના વિચારને વધુમાં વધુ સાત જ વાર નોંધી શકાયા.
 
પરંતુ અભ્યાસથી જે સ્પષ્ટ થયું તે એ કે સાત સેંકડની જે માન્યતા પ્રવર્તે છે તેના કરતાં લોકોએ ઘણી ઓછી વાર વિચાર્યું. લગભગ ચાર ટકા જેટલી વાર. તેઓએ છેલ્લા અડધા કલાકમાં સેક્સનો વિચાર આવ્યો હોવાનું નોંધ્યું, મતલબ દિવસમાં લગભગ એકવાર, જે ફિશરના અભ્યાસ પ્રમાણે 19 વાર હતું.
 
હૉફમૅનના અભ્યાસમાં સૌથી ચોંકાવનારી જે વાત હતી તે ભાગ લેનારના વિચારોમાં સેક્સના મહત્ત્વની સરખામણીને લઈને હતી. લોકોએ કહ્યું કે તેમણે ખાવા અંગે, ઊંઘવા અંગે, વ્યક્તિગત સ્વચ્છતા, સામાજિક સંબંધો અને (સાંજના પાંચ વાગ્યા સુધી) કૉફી વિશે વધુ વિચાર્યું.
 
સમગ્ર દિવસ દરમિયાન ટીવી જોવું, ઈમેલ ચૅક કરવા અથવા મીડીયાના અન્ય વિવિધ માધ્યમનો ઉપયોગ જેવી ક્રિયાઓ પણ સેક્સ કરતાં વિચારમાં આગળ રહી. હકીકતમાં સેક્સ દિવસના અંત ભાગ (મધ્ય રાત્રિ દરમિયાન)માં જ વધુ પ્રભાવક વિચાર તરીકે રહ્યો અને ત્યારે પણ તે નિશ્ચિતપણે સૂવાના વિચાર પછી બીજા સ્થાને રહ્યો.
 
હૉફમૅનના સંશોધનની પદ્ધતિમાં પણ વ્હાઈટ બૅઅર ઇફૅક્ટની અશુદ્ધિ રહેલી છે કારણ કે ભાગ લેનારાઓના એ ધ્યાનમાં હતું કે દિવસના કોઈક સમયે તેમણે તેઓ જે પણ વિચારે છે તે નોંધવાનું છે. જેથી કેટલાક વિચારોની સંખ્યાની સંભાવના વધી જાય. અથવા બીજી શક્યતા એ પણ છે કે લોકોએ આખો દિવસ સેક્સના વિચારો આવ્યા હોવાનું સ્વીકારવામાં સંકોચ અનુભવ્યો હોય અને આથી ઓછી વાર તેને નોંધ્યા હોય.
 
આથી સરેરાશ પુરુષ દર સાત સેંકડે સેક્સનો વિચાર કરતો હોવાના દાવાને આપણે વિશ્વાસપૂર્વક નકારી શકીએ છીએ તેમ છતાં તેનો સાચો દર કયો છે તેને વધુ ચોકસાઈપૂર્વક કહી શકતા નથી. કદાચ દરેક વ્યક્તિમાં તેનું પ્રમાણ મોટા અંતરથી અલગઅલગ છે અને એક જ વ્યક્તિમાં તેની પરિસ્થિતિને આધારે તે બદલાય પણ છે.
 
કોઈના વિચારોની સંખ્યા ગણવાના પ્રયાસમાં વિચારો બદલાઈ જવાનું જોખમ પણ રહેલું છે એ હકીકત વડે પણ તેને પ્રતિપાદિત કરાયું છે.
 
સાથે જ વિચારોને માપવાનો કોઈ કુદરતી એકમ નથી એટલે એ એક જટિલ મુદ્દો છે. વિચારોને સ્થાન અંતરની જેમ આપણે સૅન્ટિમીટર, મીટર કે કિલોમીટરમાં માપી શકતા નથી.
 
તો પછી અંતે વિચારો શેનાથી બને છે? તેને ગણવા માટે એનું કેટલું મોટું હોવું ઘટે? શું આ લેખ વાંચવા દરમિયાન તમને એક પણ વાર, એક વાર કે ઘણીવાર આવો વિચાર આવ્યો? વિચારવા માટે ઘણી બધી બાબતો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર