ઇસ્લામાબાદ. પાકિસ્તાનના પેશાવર શહેરમાં અજ્ઞાત બંદૂકધારીઓએ એક અમેરીકી અધિકારી લિન ટ્રેસી પર હુમલો કર્યો હતો. જોકે આ હુમલામાં તેઓ બાલ બાલ બચી ગયા હતા.
પેશાવર સ્થિત અમેરીકી વાણીજ્ય દૂતાવાસના મુખ્ય અધિકારી લિન ટ્રેસી ઉપર પેશાવરની યુનિવર્સિટી ટાઉન વિસ્તારમાં હુમલો કરાયો હતો. તેઓ કાર્યાલય આવી રહ્યા હતા ત્યારે આ હુમલો થયો હતો. ન્યૂઝ ચેનલના જણાવ્યા મુજબ આ હુમલામાં તેમનો બચાવ થયો હતો.