અમેરિકી રાષ્ટ્રપતિ પદની ચુંટણીમાં ડેમોક્રેટીક પક્ષનાં ઉમેદવારની ઔપચારિક ઘોષણા કરવામાં આવી હતી. જેમાં બરાક ઓબામાએ પોતાનું નામાંકનપત્ર ભર્યું હતું. ઓબામાનાં સમર્થનમાં ક્લિન્ટને જણાવ્યું હતું કે ઓબામા ગૃહ અને વિદેશનીતિનાં મોર્ચે અમેરિકાને થયેલા નુકસાનની ભરપાઈ કરશે.
કોલોરોડોનાં ડેનવરમાં નેશનલ ડેમોક્રેટીક કન્વેશનમાં પોતાનાં જોશીલા ભાષણમાં ક્લિન્ટને જણાવ્યું હતું કે દેશ બે મોર્ચે મુશ્કેલીમાં છે. આપણાં દેશમાં જ રહેતાં અમેરિકન નાગરિકનાં સપનાં અપૂર્ણ છે. તેમજ વિશ્વમાં અમેરિકી નેતૃત્ત્વ નબળુ પડ્યું છે.
ક્લિન્ટને વધુમાં જણાવ્યું હતું કે આયાતી તેલ પરની નિર્ભયતા, ભૂમંડલીય તાપમાનમાં વૃધ્ધિ જેવા મુદ્દા પર નેતૃત્ત્વ કરવાના ઈન્કાર સાથે ગંભીર રીતે દબાણમાં રહેતું સેન્ય અને વિશ્વમાં પરમાણુ અપ્રસાર તથા શસ્ત્ર નિયંત્રણ સમજૂતિમાંથી પાછા પડતાં અમેરિકાની સ્થિતિ ખૂબ જ નબળી થઈ છે. ક્લિન્ટને જણાવ્યું કે ઓબામા કૂટનીતિનો ઉપયોગ અમેરિકાની ખોવાઈ ગયેલી શાખ ફરીથી પાછી અપાવશે.