America: વધુ પાણી પીવાથી 35 વર્ષની મહિલાનું મોત, 20 મિનિટમાં પીધું 4 લીટર પાણી

શનિવાર, 5 ઑગસ્ટ 2023 (11:42 IST)
- વધુ પાણી પીવાથી એક મહિલાનું મોત થયું હતું
- શ્લેએ 20 મિનિટમાં 4 લીટર પાણી પીધું
- 4th ઓફ  જુલાઈની ઉજવણી કરવા માટે એશ્લેએ ઇન્ડિયાનામાં ફેમિલી ટ્રિપ ગઈ હતી 
 
Women died by water toxicity: દરેક વ્યક્તિને ખબર હશે કે પાણી પીવું સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે. પરંતુ જો તમને કોઈ એવું કહે  કે વધુ પડતું પાણી પીવાથી તમારું મૃત્યુ પણ થઈ શકે છે, તો શું તમે વિશ્વાસ કરશો?
 
તાજેતરમાં વધુ પાણી પીવાથી એક મહિલાનું મોત થયું હતું. 35 વર્ષીય એશ્લે સમર્સ, તેના પતિ અને બે  8 અને 3 વર્ષની વયના બાળકો, સાથે સપ્તાહના અંતમાં પ્રવાસ પર ગઈ હતી, જ્યારે તેનું પાણીના ઓવરડોઝથી મૃત્યુ થયું હતું.
 
20 મિનિટમાં 4 લિટર પાણી પીધું
એશ્લેના ભાઈ ડેવોન મિલરના જણાવ્યા અનુસાર, એશ્લેએ 20 મિનિટની અંદર 4 લીટર પાણી પી લીધું હતું. આટલી માત્રામાં પાણી પીવા માટે સામાન્ય રીતે વ્યક્તિને આખો દિવસ લાગે છે. તમને જણાવી દઈએ કે, એશ્લે 4 જુલાઈની ઉજવણી કરવા માટે તેના પરિવાર સાથે ઈન્ડિયાના ટ્રિપ પર ગઈ હતી.
 
આ દરમિયાન તેને ડિહાઈડ્રેશનની સમસ્યા અને માથાનો દુખાવો થવા લાગ્યો. એશ્લેએ થોડીવારમાં જ 2 લીટર પાણી પી લીધું જેથી શરીરમાં પાણીની કમી ન થાય. ત્યારબાદ લગભગ 20 મિનિટમાં તેણે 4 લીટર પાણી પીધું, જેના કારણે તેની તબિયત બગડી.
 
પાણીના ટોક્સીસિટીને કારણે મૃત્યુ
વધુ પડતું પાણી પીધા પછી એશ્લે અચાનક બેહોશ થઈ ગઈ, ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી. એશ્લેના મૃત્યુથી સમગ્ર પરિવાર આઘાતમાં છે. ડોકટરોના મતે એશ્લેના અચાનક મૃત્યુનું કારણ પાણીની ટોક્સીસિટીની અસર છે. એશ્લેના મગજમાં સોજો આવવાને કારણે શરીરના ભાગોમાં લોહીનું સપ્લાય બંધ થઈ ગયુ હતું. 
 
શું છે વોટર ટોક્સીસિટી ?
પાણીની ટોક્સીસિટીનો અર્થ એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ વધુ પડતું પાણી લે છે, ત્યારે તેમાં રહેલા ઇલેક્ટ્રોલાઇટ્સ લોહીમાં ભળી જાય છે. જેના કારણે ઉલ્ટી, માથાનો દુખાવો, ગભરામણ, થાક, ઉબકા આવવાની સમસ્યા થાય છે. એશ્લેના ભાઈના કહેવા પ્રમાણે, જો તેણે પાણીને બદલે અન્ય કશું કે પછી ધીમે ધીમે પાણી પીધું હોત તો કદાચ તે આજે જીવતી હોત.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર