Who is Shinzo Abe : જાણો શિંજો આબે વિશે બધુ જ, જાપાનની રાજનીતિમાં આવો હતો તેમનો રૂઆબ
શુક્રવાર, 8 જુલાઈ 2022 (13:50 IST)
Who is Shinzo Abe : જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબે (Ex-Japan PM shot) ને એ સમયે ગોળી મારવામાં આવી જ્યારે તેઓ નારા શહેરમાં એક ભીડને સંબોધિત કરી રહ્યા હતા. પોલીસે એક શંકાસ્પદની ધરપકડ કરી લીધી છે. રાજ્યના પ્રસારકકે આની માહિતી આપી છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઓબે કોમામાં છે અને તેમને હોસ્પિટલ (former Japan PM shot)લઈ જવામાં આવ્યા છે અને સ્થાનીક અગ્નિશમન વિભાગના એક અધિકારી મુજબ પૂર્વ નેતામાં કોઈ મહત્વપૂર્ણ લક્ષણ(Shinzo Abe Health Udpate) દેખાય રહ્યા નથી.
દાદા પણ રહી ચૂક્યા છે પીએમ, પિતા હતા વિદેશ મંત્રી
શિન્ઝો આબે લગભગ ત્રણ પેઢીઓથી જાપાનના રાજકારણમાં જોડાયેલા છે. શિન્ઝોના પિતા શિન્તારો આબે(Shintaro Abe) 1982થી લઈને 1986 સુધી જાપાનના વિદેશ મંત્રી રહી ચુક્યા છે. તેમના દાદા પણ જાપાનના પ્રધાનમંત્રી રહી ચુક્યા છે, તેમનુ નામ નોબુસુકે કિશી (Nobusuke Kishi) હતુ. શિંજો વર્ષ 2006માં પહેલીવાર પ્રધાનમંત્રીબન્યા હતા પણ સ્વાસ્થ્યના કારણોસર તેમણે 2007માં રાજીનામુ આપી દીધુ હતુ. ત્યારબાદ 2012માં તેઓ ફરીથી પીએમ બન્યા નએ 2020 સુધી જાપાનની સત્તા પર રાજ કર્યુ.
એક રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે શિન્ઝો
શિન્ઝો આબે જાપાનના પૂર્વ વડાપ્રધાન છે. તેમનો જન્મ 21 સપ્ટેમ્બર, 1954ના રોજ જાપાનની રાષ્ટ્રીય રાજધાની ટોક્યોમાં થયો હતો. શિન્ઝો આબેના દાદા નોબુસુકે કિશી અને પિતા શિંટારો આબે બંને રાજકારણી હતા. શિન્ઝો આબેએ પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કર્યો અને 1977માં સેઇકી યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં સ્નાતક થયા હતા. ત્યાર બાદ તેમણે એપ્રિલ 1979માં કોબે સ્ટીલ માટે કામ કરવાનું શરૂ કર્યું હતું.
જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે એક રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે. શિન્ઝો આબેના દાદા નોબુસુકે કિશી પણ જાપાનના વડાપ્રધાન રહ્યા હતા. નોબુસુકે કિશી વર્ષ 1957-60 સુધી જાપાનના વડાપ્રધાન રહ્યા હતા. જ્યારે શિન્ઝો આબેના પિતા શિંટારો આબે વર્ષ 1982-86 સુધી જાપાનના વિદેશમંત્રી રહ્યા હતા. શિન્ઝો આબે વર્ષ 2006માં પ્રથમ વખત જાપાનનાં વડાપ્રધાન બન્યા હતા. જોકે બીમારીને કારણે તેમને રાજીનામું આપવું પડ્યું હતું. આ પછી વર્ષ 2012માં શિન્ઝો આબે ફરીથી જાપાનના વડાપ્રધાન બન્યા. ત્યાર બાદ તેઓ વર્ષ 2020 સુધી સતત જાપાનના વડાપ્રધાન પદ પર રહ્યા હતા.
સૌથી લાંબો કાર્યકાળ
શિન્ઝો આબેની રાજકારણમાં પકડનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેઓ ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડાપ્રધાન હતા. તેમણે 7 વર્ષ અને 6 મહિના સુધી જાપાનની સત્તા પર શાસન કર્યું પરંતુ આંતરડાની ગંભીર બીમારીને કારણે તેમણે આ પદ પરથી રાજીનામું આપી દીધુ હતુ. શિંજો આબેને ખૂબ જ આક્રમક નેતા માનવામાં આવે છે, 67 વર્ષીય શિન્ઝો લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP)ના નેતા છે.
જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેને ભારત પ્રત્યે વિશેષ લગાવ છે. જ્યારે શિન્ઝો આબે વડાપ્રધાન હતા ત્યારે તેમણે ભારત-જાપાન સંબંધોને નવી ઊંચાઈ આપી હતી. શિન્ઝો આબેના ભારત પ્રત્યેના લગાવનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમણે તેમના કાર્યકાળ દરમિયાન સૌથી વધુ ત્રણ વખત ભારતની મુલાકાત લીધી હતી. શિન્ઝો આબે જાન્યુઆરી 2014, ડિસેમ્બર 2015 અને સપ્ટેમ્બર 2017માં સત્તાવાર રીતે ભારતની મુલાકાતે આવ્યા હતા. શિન્ઝો આબે ભારત અને જાપાન વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે જાણીતા છે. ભારત સરકારે જાન્યુઆરી 2021માં શિન્ઝો આબેને ભારતના બીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા .