ન્યૂઝીલૅન્ડમાં જ્વાળામુખી ફાટ્યો, અનેક લોકો ફસાયા હોવાની આશંકા

સોમવાર, 9 ડિસેમ્બર 2019 (14:12 IST)
ન્યૂઝીલૅન્ડમાં જ્વાળામુખી ફાટવાને પગલે શરૂઆતમાં 100થી વધારે લોકો ફસાયા હોવાની ભીતિ સેવાઈ રહી હતી. જોકે, હવે પોલીસનું કહેવું છે કે આશરે 50 લોકો ફસાયેલા છે.
 
આ ઘટના વ્હાઇટ આઇલેન્ડમાં બની છે. જે સમયે જ્વાળામુખી ફાટ્યો એ સમયે ટાપુ પર અનેક પર્યટકો હતા.
 
 
ન્યૂઝીલૅન્ડનાં વડાં પ્રધાન અર્દેને કહ્યું છે કે આ ઘટનામાં કેટલા લોકો ફસાયેલા છે તેની કોઈ ચોક્કસ જાણકારી હજી મળી નથી.
 
સ્થાનિક મેયરના કહેવા મુજબ આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હોવાની આશંકા છે.
 
ઉલ્લેખનીય છે કે વ્હાઇટ આઇલેન્ડ ન્યૂઝીલૅન્ડના ઉત્તરમાં આવેલો છે અને ત્યાં દેશના સૌથી વધારે સક્રિય જવાળામુખીઓ આવેલા છે.
 
પોલીસે કહ્યું કે જ્વાળામુખી ફાટ્યો એ સમયે 100 પ્રવાસીઓ હોવાની શંકા હતી જોકે હવે અમે માનીએ છીએ કે ત્યાં 50 લોકો ફસાયા છે. જોકે, ટાપુ પર ફસાયેલા લોકોનો ચોક્કસ આંકડો હજી પણ કહી શકાય તેમ નથી.
 
આ ઘટનામાં જે લોકોને ટાપુ પરથી બહાર લઈ આવવામાં આવ્યા છે તે પૈકી એકની હાલત ગંભીર ગણાવાઈ રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર