100 યૂક્રેની અફગાનિસ્તા માંથી બહાર આવવાની રાહ જોઈ રહ્યા
રવિવારે 31 યૂક્રેની નાગરિકો સહિત 83 લોકો સાથે એક સૈન્ય વિમાન અફગાનિસ્તાન દ્વારા કીવ પહોંચ્યુ. યૂક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયે જણાવ્યુ કે આ વિમાન દ્વારા 12 યૂક્રેની સૈન્ય કર્મચારીઓની સ્વદેશ વાપસી થઈ છે. આ ઉપરાંત વિદેશી પત્રકાર અને મદદ માંગનારા કેટલાક લોકોને પણ બહાર કાઢવામાં આવ્યા છે. કાર્યાલયે એ પણ કહ્યું કે લગભગ 100 યુક્રેનિયન નાગરિકો છે જે હજુ પણ અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવાની રાહ જોઈ રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન (Joe Biden) દ્વારા અફઘાનિસ્તાનમાંથી સૈનિકો પાછા ખેંચવાની જાહેરાત કરવામાં આવી ત્યારથી તાલિબાનોએ ઝડપી કાર્યવાહી કરી છે અને દેશ પર કબજો કર્યો છે.