પર્યટકોની સામે અચાનક સંબંધ બનાવવા લાગ્યા કપલ પોલીસએ કર્યુ અરેસ્ટ

શુક્રવાર, 10 ડિસેમ્બર 2021 (15:01 IST)
બ્રાઝીલનો એક કપલ તેમની શર્મસાર બાબત માટે ચર્ચામાં છે. આ કપલ અચાનક તે સમય સંબંધ બનાવતો જોવાયુ જ્યારે એક વ્યસ્ત પર્યટક સ્થળ પર પર્યટકોની ભીડ હતી. . તેની તસવીરો પણ વાયરલ થઈ છે. જોકે, ઘટના દરમિયાન કોઈએ પોલીસને જાણ કરતાં પોલીસે દંપતીની ધરપકડ કરી હતી. આ બધું ત્યારે થયું જ્યારે કપલ થોડા સમય માટે બીચ પર હાજર હતું.
 
ખરેખર, આ ઘટના બ્રાઝિલના રિયો ડી જાનેરોની છે. ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ, આ ઘટના અહીંના કાબો ફ્રિયો બીચ પરથી સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રવાસીઓની હાજરીમાં એક કપલ અચાનક સંબંધ બાંધતા જોવા મળ્યું હતું. આ દરમિયાન ત્યાં ઘણા લોકો હાજર હતા. આ ઘટનાને ઘણા પ્રવાસીઓએ પણ પોતાના કેમેરામાં કેદ કરી હતી અને કોઈએ આ ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી.
 
વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બંને વાંધાજનક હાલતમાં છે. આટલું જ નહીં, આ કપલ બીચ પર હાજર લોકો પ્રત્યે ઉદાસીન જોવા મળ્યું હતું અને જ્યારે બંને બીચ પર આ કૃત્ય કરી રહ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ ત્યાં હાજર હતા. પોલીસમાં ફરિયાદ બાદ બંનેની ધરપકડ કરવામાં આવી છે. બંનેની ઓળખ જાહેર કરવામાં આવી નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર