Thailand gay marriage: સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા, 152માંથી 130 સભ્યોએ સમર્થન આપ્યું, એશિયામાં તાઈવાન અને નેપાળ પછી થાઈલેન્ડ ત્રીજો દેશ.

મંગળવાર, 18 જૂન 2024 (18:01 IST)
થાઈલેન્ડની નેશનલ એસેમ્બલી (સંસદ) ના ઉપલા ગૃહ 'સેનેટ' એ મંગળવારે ગે લગ્નને કાયદેસર બનાવવાના બિલને ભારે બહુમતી સાથે મંજૂરી આપી હતી.
 
આ સાથે થાઈલેન્ડ આવો કાયદો લાગુ કરનાર દક્ષિણ-પૂર્વ એશિયાનો પ્રથમ દેશ બની ગયો છે. બિલ પર વોટિંગ દરમિયાન સેનેટમાં 152 સભ્યો હાજર હતા, જેમાંથી 130 સભ્યોએ બિલની તરફેણમાં જ્યારે ચાર સભ્યોએ તેની વિરુદ્ધમાં વોટિંગ કર્યું હતું. સેનેટના 18 સભ્યોએ મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો ન હતો.
 
આ બિલને હવે થાઈલેન્ડના રાજા મહા વજીરાલોંગકોર્નની ઔપચારિક મંજૂરીની જરૂર છે, ત્યારબાદ તેને સરકારી ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવશે. સરકારી ગેઝેટ 120 દિવસની અંદર એક તારીખ નક્કી કરશે જ્યારે બિલ કાયદા તરીકે અમલમાં આવશે. તાઈવાન અને નેપાળ પછી થાઈલેન્ડ સમલૈંગિક લગ્નને મંજૂરી આપનારો એશિયાનો ત્રીજો દેશ બનશે.
 
થાઈલેન્ડ સ્વીકૃતિ અને સર્વસમાવેશકતા માટે પ્રતિષ્ઠા ધરાવે છે, પરંતુ લગ્ન સમાનતા કાયદાઓ પસાર કરવા માટે દાયકાઓથી સંઘર્ષ કરી રહ્યો છે. થાઈ સમાજ મોટે ભાગે રૂઢિચુસ્ત મૂલ્યો ધરાવે છે અને ગે (LGBTQ) સમુદાયના સભ્યો કહે છે કે તેઓ રોજિંદા જીવનમાં ભેદભાવનો સામનો કરે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર